બોરીવલીને અપાયું મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ
ટ્રેનના સંચાલનના દિવસોમાં ફેરફાર. આ ટ્રેન હવે 30 મે, 2023 થી બુધવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને મુસાફરોની સુવિધા માટે 23મી જાન્યુઆરી, 2023થી બોરીવલી સ્ટેશન પર વધારાનું રોકાવ આપવામાં આવી રહ્યું છે. બોરીવલી સ્ટેશન પર વધારાના રોકાવ ને કારણે કેટલાક સ્ટેશનો પર આ ટ્રેનનો સમય બદલવામાં આવી રહ્યો છે.
વધુમાં, આ ટ્રેનના સંચાલનના દિવસો 30મી મે, 2023થી ‘રવિવાર સિવાયના તમામ દિવસો’ માંથી બદલીને ‘બુધવાર સિવાયના તમામ દિવસો’ કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ, ટ્રેનના સમયની વિગતો નીચે મુજબ છે:
23મી જાન્યુઆરી, 2023ના રોજ થી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન પર 06.23 કલાકે આવશે અને 06.25 કલાકે ઉપડશે. તદનુસાર, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી 06.10 કલાકને બદલે 06.00 કલાકે ઉપડશે. વાપી સ્ટેશન પર આ ટ્રેનનું આગમન/પ્રસ્થાન 08.00/08.02 કલાકને બદલે 07.56/07.58 કલાકે રહેશે. અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર નથી. અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર નથી.
એ જ રીતે, પરત દિશામાં 23મી જાન્યુઆરી, 2023ના રોજ થી, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન પર 19.32 કલાકે આવશે અને 19.34 કલાકે ઉપડશે. તદનુસાર, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 20.15 કલાકને બદલે 20.25 કલાકે પહોંચશે. અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર નથી.
સાથે જ ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનના દિવસો 30મી મે, 2023થી પ્રભાવિત કરીને ‘રવિવાર સિવાયના તમામ દિવસો’માંથી ‘બુધવાર સિવાયના તમામ દિવસો’માં બદલાશે. એડવાન્સ રિઝર્વેશન અવધિ (ARP) મુજબ 30/05/2023 થી મુસાફરી માટે બુકિંગ ખુલ્લું રહેશે.
ટ્રેનોના રોકાણ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.