Western Times News

Gujarati News

બોરસદમાં 1967 બાદ પહેલીવાર કોંગ્રેસની હાર: ભાજપના રમણ સોલંકીની જીત

મહુધા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત, 1975 બાદ કોંગ્રેસ પહેલી વાર હારી-પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર

બોરસદ અને મહુધા કોંગ્રેસનો ગઢ ગણાતા આવ્યા છે. 1697 બાદ પહેલી વાર કોંગ્રેસ આ સીટ હારી ગઈ છે. તદ ઉપરાંત મહુધાની સીટ પણ 1975 બાદ પહેલી વાર હારી છે. આ બંને સીટો કોંગ્રેસ માટે સીક્યોર સીટ ગણાતી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપના રમણ સોલંકીની જીત થઇ છે. અહીં ભાજપના રમણ સોલંકી, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર અને આપના મનીષ પટેલ વચ્ચે જંગ છેડાયો હતો .

બોરસદ બેઠક પર 134766 પુરુષ અને 126663 મહિલા મતદારો તથા 5 અન્ય મળી કુલ 261434 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 69.31 ટકા મતદાન થયું છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પુરુષ ઉમેદવારો અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 7 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા.

બોરસદ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર

બોરસદ બેઠક પર વર્ષ 2017માં કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 5 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. આંકલાવ સીટ પરથી કોંગ્રેસના અમિત ચાવડાની જીત

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.