બોટાદ: ચાર લોકોએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી
બોટાદ, રાજ્યમાંથી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. બોટાદના ગઢડામાં નિગાળા રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મૂકીને એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. આ અંગેની જાણ રેલવે પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વર્ષના છેલ્લા દિવસે સાંજે સવા છ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં ચારેય મૃતકો એક જ પરિવારના હોવાનુ ખુલ્યુ છે. આ પરિવાર ગઢડાના નાના સખપર ગામનો રહેવાસી છે.
પોલીસના મતે ૪૨ વર્ષીય મંગાભાઈ વિંઝુડા, ૨૦ વર્ષીય જિગેશ મંગાભાઈ વિંઝુડા, ૨૦ વર્ષીય રેખાબેન મંગાભાઈ વિંઝુડા અને એક સગીરનું મોત થયુ છે. પિતા, પુત્ર અને બે પુત્રીઓએ કોઈ કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નિગાળા પરથી પસાર થતા ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે રેલવે પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, આ આપઘાતના તમામ મૃતક તમામ ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી છે. મૃતક તમામ એક જ પરિવારનાં છે. પિતાએ પોતાના એક પુત્ર અને બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
મૃતકોના નામ જોઇએ તો, મંગાભાઇ વાઘાભાઇ વિંજુડા (ઉ.વ ૪૨), જીગ્નેશ ઉર્ફે જીગાભાઇ મગાભાઇ વિંજુડા (ઉ.વ ૧૯ ), સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઇ વિંજુડા (ઉ.વ ૧૭), રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઇ વિજુડા (ઉ.વ ૨૧) છે. નોંધનીય છે કે, ગત ૧૫ ઓગસ્ટે મંગાભાઇની પોતાના કૌટુંબિક ભાઇ સાથે મારામારી થઇ હતી.
જેના કારણે મંગાભાઇ પર કલમ ૩૦૭ હેઠળ ગુનો દાખલ થયો હતો. આ અંગે કેસ ચાલી રહ્યો હતો. ૧૦ દિવસ પહેલા જ મંગાભાઇ જામીન પર છૂટીને ઘરે આવ્યા હતા. જે બાદ તેમણે પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રવિવારના રોજ સાંજના સમયે ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ટ્રેન ભાવનગરથી અમદાવાદ જવા માટે નીકળી હતી. દરમિયાન સાંજના સવા છ વાગ્યા આસપાસ બે મહિલા અને બે પુરુષ સહિત કુલ ચાર જેટલી વ્યક્તિએ રવિવારના રોજ ટ્રેન નંબર ૦૯૨૧૬ની ટ્રેન નીચે નિંગોળા આલમપર વચ્ચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનો બનાવો સામે આવ્યો હતો.
બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવશે. કયા કારણોસર પરિવારના ચાર જેટલા સભ્યોએ આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.SS1MS