વિપક્ષોના હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ
સાંસદોએ અદાણી ગ્રુપ અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવા મુદે સૂત્રોચ્ચાર કર્યા
(એજન્સી)નવી દિલ્હી, આજે સાંસદોના વિરોધ વચ્ચે, સંસદના બંને ગૃહો કાર્યવાહી શરૂ થયાની સાથે જ હોબાળા વચ્ચે ઘેરાઈ ગયા હતા. સંસદના બંને ગૃહમાં વિપક્ષોએ કાળા કપડાં પહેરી આવ્યાં બાદ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. જેનાં પગલે સંસદની કાર્યવાહી ચાલવી શક્ય જણાતી નહતી.
વિપક્ષનાં મોટાભાગનાં સંસદસભ્યોએ વેલમાં ઘસી આવી બેનરો પણ બતાવ્યાં હતાં. જેનાં પગલે કાર્યવાહી ખોરવાઈ હતી.
રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે ૨ વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી ૪ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના સાંસદો અદાણી ગ્રુપના મુદ્દા અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવા મુદે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
कांग्रेस अध्यक्ष श्री @kharge के आवास पर विपक्षी दलों के नेताओं की बैठक शुरू हुई।
बैठक में CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी, राहुल गांधी जी समेत विभिन्न दलों के नेता शामिल हुए। pic.twitter.com/YgY5rUzIpU
— Congress (@INCIndia) March 27, 2023
અદાણી જૂથના મુદ્દે વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેરીને સંસદમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. તેલંગાણામાં કોંગ્રેસના હરીફ કે.ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણમૂલના સાંસદો અને શિવસેનાએ પણ કાળા કપડા પહેરી વિરોધમાં જાેડાયા હતા.
राहुल गांधी जी ने कोलार शहर में जो भाषण दिया, उसका मामला सूरत में दर्ज़ किया गया।
आपने ऐसा इसलिए किया क्योंकि आपको अनुकूल सरकार चाहिए थी ताकि आप पुलिस-प्रशासन का इस्तेमाल कर राहुल जी को संसद में बोलने से रोक सकें।
: कांग्रेस अध्यक्ष व राज्यसभा में नेता प्रतिपक्ष श्री @kharge pic.twitter.com/I2OukqqOhd
— Congress (@INCIndia) March 27, 2023
કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, લોકશાહીનો અવાજ દબાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તમે લોકસભામાંથી વિપક્ષના અવાજને દબાવી રહ્યા છો. વિપક્ષ કૌભાંડની વાત શું કામ ન કરે. આ સરકારને રાજાશાહી જાેઈએ છે. સરકાર આજે વિપક્ષથી ડરી ગઈ છે.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસથી લોકશાહીને જાેખમ નથી, તેથી તેમણે કોંગ્રેસ બચાવો ના નામે ભારત જાેડો યાત્રા કાઢી હતી. તેઓ લોકશાહીની વાત કરી રહ્યા છે, પરંતુ તેમને બોલવાનો કોઈ અધિકાર નથી કારણ કે કોંગ્રેસે ઈમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા.