બંને પક્ષો, સનાતન વિરોધીઓ ઈચ્છતા હતા કે કુંભમાં દુર્ઘટના સર્જાયઃ સીએમ યોગી
પ્રયાગરાજ, મહાકુંભમાં ભાગદોડ પછી થયેલા ૩૦ લોકોના મોતને લઈને રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવદનોને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યાે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એટલા સુધી કહ્યું કે, ‘‘સનાતન ધર્મની વિરુદ્ધ સોપારી લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.’’ આ પહેલા, અખિલેશ યાદવે અને મલ્લિકાર્જુન ખડગેએ યુપી સરકાર પર ભાગદોડ પછી મોતના સાચા આંકડા છુપાવવા, શાહી સ્નાનની પરંપરા તોડવી, સ્નાન કર્યા વગર લાખો લોકોને પરત ફરવા સહિતના આક્ષેપ લગાવ્યા હતા.
આ આક્ષેપોનો સીએમ યોગીએ એક-એક કરીને જવાબ આપ્યો છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન ફક્ત તેમનું સનાતન વિરોધી ચરિત્ર ઉજાગર કરે એટલું જ નથી, પરંતુ તેમની આ ગીધ દૃષ્ટિની તરફ પણ તમામનું ધ્યાન ગયું છે, જે સતત મહાકુંભને લઈને પ્રથમ દિવસથી દુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમનું આ નિવેદન ફક્ત સનાતન ધર્મ પર પ્રહાર નથી, પરંતુ નિંદનીય છે અને શરમજનક પણ છે.
આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કરોડો લોકો એ દિવસે પ્રયાગરાજમાં ઉપસ્થિત હતા. બંને પક્ષો અને સનાતન વિરોધીઓ ઈચ્છતા હતા કે, મહાકુંભમાં મોટી દુર્ઘટના બની જાય.
એમ કહેવું કે મહાકુભમાં મૌની અમાવસ્યાના દિવસે હજારો લોકો મરી ગયા આ અફસોસજનક નિવેદન છે. તેમની(અખિલેશ-ખડગે) પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમણે આ રીતે ખોટું બોલવું જોઈએ નહીં.SS1MS