શેર બજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડ્યા
મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મળેલી મિક્સ સંકેતોના પગલે ગુરુવારે શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડ્યા. ૩૦ અંકવાળો સેન્સેક્સ ગગડીને ૫૫,૩૯૧.૯૩ અંક પર ખુલ્યો.
જ્યારે ૫૦ અંકવાળો નિફ્ટી મામૂલી તેજી સાથે ૧૬,૫૨૩.૫૫ પર ખુલ્યો. જાે કે પછી તેમાં પણ ઘટાડો જાેવા મળ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જાેવા મળ્યા.
જાે કે ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો માહોલ જાેવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ સવારે સાડા દસ વાગ્યે નિફ્ટીમાં ૪૦.૨૦ના વધારા સાથે ૧૬૫૬૧ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં ૧૩૭.૮૯ પોઈન્ટના વધારા સાથે ૫૫૫૩૫.૪૨ પોઈન્ટ પર પહોંચ્યો છે.HS1MS