બોક્સ ઓફિસના આંકડાઓમાં વધુ પારદર્શિતાની જરૂર: અજય દેવગન
મુંબઈ, બોલિવૂડમાં બોક્સ ઓફિસના છેતરામણા આંકડાઓ કે ખોટાં આંકડાઓ અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. થોડાં વખત પહેલાં આલિયા ભટ્ટ પર પણ બોક્સ ઓફિસના ખોટાં આંકડાઓ જાહેર કરવાનો આક્ષેપ થયો હતો.
હવે આ ચર્ચામાં અજય દેવગન પણ જોડાયો છે. તેણે બોક્સ ઓફિસના બેઝનેસમાં પ્રાદર્શિતાની વાત પર ભાર મુક્યો હતો.તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલાં અજય દેવગનને ચાઈનમાં રહેલી બોક્સ ઓફિસ કલેક્શનની દર કલાકે થતી જાહેરાત, સરેરાશ ટિકિટના દર તેમજ કયા એજ ગ્›પની ટિકીટ વધુ વેંચાઈ એ અંગે એક ચોક્કસ તંત્ર ગોઠવવામાં આવ્યું છે, તે અંગે પૂછાતાં અજયે કહ્યું હતું,“એ જરૂરી છે અને મને લાગે છે કે આપણે ધીરે ધીરે ત્યાં પહોંચી પણ રહ્યા છીએ. તો કદાચ થોડાં વર્ષાેમાં બધું જ પારદર્શક થઈ જશે.
પહેલાંથી જ થોડી પારદર્શિતા આવી રહી છે.”મનોરંજન ઉદ્યોગમાં આવી રહેલાં પરિવર્તનોથી તેને કેટલાક પડકારોના સામનો કરવો પડે છે તે અંગે અજયે કહ્યું,“ફિલ્મ મેકર્સ આજકાલ સ્ક્રિપ્ટ કરતાં વધારે આંકડાઓની વાત કરે છે. પહેલાં લોકો પેશનના કારણે ફિલ્મ બનાવતા હતા.
હવે તેમાં આંકડાઓ આવી રહ્યા છે. તેનાથી દુઃખ લાગે છે.”હાલ અજય તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિંઘમ અગેઇનની સફળતાની મજા લઇ રહ્યો છે. આ ફિલ્મ ભુલભુલૈયા ૩ સાથે ક્લેશ થઈ હોવા છતાં બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.
જોકે, આ બેમાંથી કોઈ એક ફિલ્મની રિલીઝ પાછી ઠેલવાની પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. આ ફિલ્મ રિલીઝની તારીખ કેમ ન બદલી શક્યા તે અંગે અજયે વાત કરી હતી.
બંને ફિલ્મો ૧ નવેમ્બરે રિલીઝ થઈ હતી. અજયે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ અંગે કહ્યું,“અમે આ ટક્કર ટાળવાની બહુ કોશિશ કરી પરંતુ એ થઈ શક્યું નહીં. હું નથી ઇચ્છતો કે ક્યારેય કોઈ પણ ફિલ્મોને એકબીજા સાથે ટકરાવું પડે કારણ કે તેનાથી કોઈને કોઈ રીતે ઇન્ડસ્ટ્રીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સિંઘમ અગેઇનની થીમ રામાયણની કથા પર આધારીત છે અને તેથી આ કારણે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થાય તે જરૂરી હતું. તેથી અમે આ તારીખ છોડી શકીએ તેમ નહોતા. જોકે, ક્લેશ છતાં બંને ફિલ્મો સારી ચાલી છે અને બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.”
આ ઇન્ટરવ્યુમાં રોહિત શેટ્ટી પણ હાજર હતો. આ મુદ્દે તેણે કહ્યું,“હું ખુશ છું કે લોકોને આ ફિલ્મ ગમી છે. હવે ફિલ્મો થોડી લાંબી ચાલે છે અને તેનાથી થિએટરમાંથી સારી રેવન્યુ મળી જાય છે. અમે ક્લેશ ટાળવાની કોશિશ કરેલી, પરંતુ જો બીજી કોઈ થીમ પર ફિલ્મ હોત તો અમે ચોક્કસ અમારી તારીખ બદલી હોત. પરંતુ આજે એક અઠવાડિયું વિતી ગયા પછી બંને ફિલ્મો લગભગ ૩૦૦ કરોડના આંકડા સુધી પહોંચી ગઈ છે. તે સારી વાત છે.”SS1MS