સોશિયલ મીડિયા પર શરૂ થયુ તારક મહેતા બોયકોટ કરો
મુંબઈ, ટીવીના પોપ્યુલર સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી લોકો માટે નંબર વન બની રહ્યો છે. શો છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં આ શો ચાલી રહ્યો છે. જાે કે ઘણાં મોટા કલાકારો અને શો છોડ્યા પછી મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા. આ વચ્ચે દયાબેનના પાછા ફરવાની વાત પર લોકો ગુસ્સે ભરાયા છે. વાત એમ હતી કે જલદી જલદી શોમાં દયા બેન પાછા આવશે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મેકર્સે ફેન્સ અને ઓડિયન્સને જાેતા છેલ્લા ઘણાં એપિસોડથી દયાબેનની એન્ટ્રી થશે એ વિશેની કહાની જાેડાયેલી છે.
દયાબેનના સ્વાગતની તૈયારીઓ માત્ર ગડા ફેમિલીથી નહીં, પરંતુ ગોકુલધામ કરતી જાેવા મળી, પરંતુ હવે અપકમિંગ એપિસોડના પ્રોમોમાં દેખાડવામાં આવ્યુ છે કે કોઇ પણ કારણોસર દયાબેન પાછા ફરી શક્યા નથી. દયાબેનની આવવાની ખબર ખૂબ સુંદર સંભળાય છે, જેનાથી જેઠાલાલ અને ટપ્પુની સાથે-સાથે ગોકુલધામ સોસાયટીના બધા લોકો ગુસ્સે થઇ ગયા છે.
મેકર્સની આ ટ્રિક્સ ઓડિયન્સ અને ફેન્સને પણ પસંદ પડી નથી. દયાબેનના કમબેક ના થવા પર અને પૂરી ભૂમિકા બનાવવા માટે ફેન્સ ખૂબ ગુસ્સે થઇ ગયા છે. એક્સ પર તારક મહેતાને ઉલ્ટા ચશ્માને બોયકોટ ટ્રેન્ડ શરૂ થઇ ગયુ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બોયકોટ કરતા એક યુઝર્સે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીને આડે હાથે લીધા છે. આ સાથે એક યુઝર્સે લખ્યુ કે અસિત કુમાર મોદી એના વ્યુઅર્સનું દિલ તોડીને તમે ખુશ થઇ જશો અને નવો એપિસોડ જાેવા માટેનું કોઇ કારણ નથી. અમે સમજીએ છીએ કે તમે શું કરવા ઇચ્છો છો, તમને શરમ આવવી જાેઇએ.
આ સાથે એક યુઝર્સે લખ્યુ છે કે બોયકોટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માપફેન્સનું દિલ તોડીને ખુશ થઇ ગયા. હવે બંધ કરો. આટલું જ નહીં જ્યારે બીજા યુઝર્સે લખ્યુ કે બોયકોટ તારક મહેતા, કુછ લિખને કા મન નહીં કર રહા હૈ, બસ ઇતના હી કી દિલ તોડ દિયા. આમ દયાબેનને પાછા ફરવાની વાતને લઇને હાલમાં લોકો જાેરદાર ગુસ્સે થયા છે.SS1MS