અનન્યાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળતા જ બોયફ્રેન્ડ ખુશીથી પાગલ
મુંબઈ, અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. રવિવારે, અનન્યા પાંડેને નેટફ્લિક્સ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ તેના રૂમર્ડ બોયળેન્ડ વોકર બ્લેન્કોએ એક પોસ્ટ શેર કરી હતી અને અભિનેત્રી પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. તેની આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝરનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.
આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ પછી અનન્યા પાંડેના સંબંધ વિશે ચાહકો ખૂબ જ ઉત્સુક છે. ઘણા સમયથી તે જાણવા માટે ઉત્સુક છે કે અનન્યા પાંડે આ દિવસોમાં કોને ડેટ કરી રહી છે. અભિનેત્રીનું નામ મોડલ વોકર બ્લેન્કો સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું હતું.
તેણે અભિનેત્રીના જન્મદિવસ પર પ્રેમ ભરેલી પોસ્ટ શેર કરીને તેમના સંબંધોની લગભગ પુષ્ટિ કરી દીધી હતી. હવે ગયા રવિવારે રાત્રે અનન્યા પાંડેએ ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો, જે પછી તેના રૂમર્ડ બોયફ્રેન્ડે ફરી એકવાર તેના પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવ્યો છે.
અનન્યા પાંડેને ફિલ્મફેર એવોડ્ર્સમાં બેસ્ટ એક્ટર ફીમેલ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’ માટે મળ્યો હતો.
અનન્યાને આ એવોર્ડ મળ્યા બાદ તેના ચાહકો અને મિત્રોની ખુશીની કોઈ સીમા ન રહી. સુહાના ખાન, નવ્યા નવેલી નંદા સહિત અનન્યા પાંડેના ઘણા મિત્રોએ તેના માટે પોસ્ટ શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.અનન્યાની જીતથી બોયફ્રેન્ડ ખુશ છેઅભિનેત્રીના રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોની પોસ્ટે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે. વિદેશી મોડલે અભિનેત્રીનો ફિલ્મફેર સાથેનો ફોટો શેર કર્યાે હતો.
અનન્યા પાંડેએ પણ સ્ટોરીમાં તેની આ પોસ્ટને ફરીથી શેર કરી છે. વિદેશી મોડેલ રૂમર્ડ બોયફ્રેન્ડની પોસ્ટને ફરીથી શેર કરતી વખતે, તેણીએ લખ્યું, ‘વોકી’. ત્યારપછી ફરી એકવાર તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકફ્રો લગાવવામાં આવી રહી છે.
‘ખો ગયે હમ કહાં’ ફેમ અનન્યા પાંડેની વાત કરીએ તો તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો એક મોડલ છે. વોકર બ્લેન્કો શિકાગોનો ભૂતપૂર્વ મોડલ છે. તેણે વેસ્ટમિન્સ્ટર ક્રિશ્ચિયન સ્કૂલમાં અભ્યાસ કર્યાે છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વોકર આ દિવસોમાં વંટારામાં કામ કરે છે. તેના સોશિયલ મીડિયા હેન્ડલને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે એનિમલ લવર છે.SS1MS