રાખી સાવંત સાથે લગ્ન કરવા તૈયાર નથી બોયફ્રેન્ડ

મુંબઈ, કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી એક્ટ્રેસ રાખી સાવંત આજકાલ બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાની સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં રહે છે. રાખી અને આદિલ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતાં રહે છે.
જ્યારે મીડિયા સામે આવે ત્યારે પણ તેઓ મજાક-મસ્તી કરતાં અને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં જાેવા મળે છે. જાેકે, જે લોકો પ્રેમ કરે છે તેમની વચ્ચે તકરાર પણ થાય છે.
આદિલ-રાખી વચ્ચે પણ આવું જ થયું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આદિલે ખુલાસો કર્યો છે કે, રાખી સાવંત તેના પર શંકા કરે છે. એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિલે રાખી સાથે લગ્ન કરવા અંગે ખુલીને વાત કરી છે.
આદિલે કહ્યું છે કે, જ્યાં સુધી રાખી તેના માટે શ્યોર નથી થઈ જતી ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. ‘રાખી મારા પર શંકા કરે છે. તેને લાગે છે કે હું હજી પણ મારી એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરું છું. હું જ્યારે પણ મૈસૂર મારા હોમટાઉન જઉં છું ત્યારે રાખી મારી પાછળ જાસૂસ મોકલે છે.
હું શું કરું છું એ જાણવા માટે તે મારી પાછળ લોકોને મોકલે છે. હવે લગ્ન પહેલા જ રાખી મને લઈને આટલી અસુરક્ષિત છે તો પછી લગ્ન બાદ તો સંબંધ બગડી શકે છે. એટલે જ હું રાખી સાથે લગ્ન ટાળી રહ્યો છું. જ્યાં સુધી રાખીના મનમાં રહેલી શંકાઓ અને અસુરક્ષાની લાગણી દૂર નહીં થાય ત્યાં સુધી હું તેની સાથે લગ્ન નહીં કરું’, તેમ આદિલે જણાવ્યું. જાેકે, રાખી સાવંત તો આદિલ સાથે લગ્ન કરવા માટે તલપાપડ છે.
સલમાન ખાનને રાખી સાવંત પોતાનો ભાઈ માને છે. એવામાં રાખીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે, સલમાન આદિલના પેરેન્ટ્સ સાથે લગ્નની વાત કરે. રાખી સાવંત છેલ્લે ‘બિગ બોસ ૧૫’માં જાેવા મળી હતી. રિયાલિટી શોમાં રાખી સાવંત સાથે તેનો પૂર્વ પતિ રિતેશ જાેવા મળ્યો હતો.
જાેકે, આ શો પૂરો થયા પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. રિતેશ સાથે છૂટા પડ્યાના થોડા જ મહિના બાદ રાખી આદિલને ડેટ કરવા લાગી હતી. લગભગ પાંચેક મહિના પહેલા રાખી સાવંતે મીડિયા સમક્ષ આદિલની ઓળખાણ પોતાના બોયફ્રેન્ડ તરીકે કરાવી હતી.
જે બાદ બંનેના કેટલાક વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બંનેએ સાથે કેટલાક ઈન્ટરવ્યૂ પણ આપ્યા હતા. રાખીના દાવા પ્રમાણે, દુબઈમાં આદિલે તેને ઘર પણ લઈ આપ્યું છે. સાથે જ બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટમાં આપી છે.
રાખી અને આદિલ અવારનવાર દુબઈ પણ જાય છે. તેઓ કાર્યક્રમો અને ઈવેન્ટમાં પણ સાથે જાેવા મળે છે. હાલમાં જ રાખી સાવંત અને આદિલ એક મ્યૂઝિક વિડીયોમાં પણ સાથે જાેવા મળ્યા હતા.SS1MS