સોનાક્ષી સિંહાના ૩૬માં બર્થડે પર બોયફેન્ડ ઝહીરે કર્યુ પ્રપોઝ
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ૨ જૂન ૨૦૨૩ના રોજ તેનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે એક સુંદર પોસ્ટ પોસ્ટ કરી અને જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ પહેલીવાર છે જ્યારે બંનેનો સોશિયલ મીડિયા પર આટલો ખુલ્લો પ્રેમ જાેવા મળ્યો.
આ પહેલા બંને ચોક્કસપણે ઘણી વખત સાથે જાેવા મળ્યા હતા પરંતુ સત્તાવાર પોતાના અફેર વિશે બંનેએ જાહેર કર્યુ ન હતું. આ વખતે પણ ઝહીરે ગર્લફ્રેન્ડ સોનાક્ષી સિંહાને પોતાના ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટ જાેઈને ચાહકો એવું માની રહ્યા છે કે બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે.
ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહાને તેના જન્મદિવસ પર સુંદર તસવીરો સાથે શુભેચ્છા પાઠવી હતી. ઝહીરે લખ્યું, ‘કેટલાક લોકો કહેશે, કહેવું એ લોકોનું કામ છે. નવો દિવસ તું આમ જ મારા પર ઝુકતી રહેજે.તું બેસ્ટ છે, બસ આમ જ ગર્જના કરતી રહે અને હંમેશા હસતી રહે. આખી દુનિયા આ રીતે જીવે અને ઘણી મુસાફરી કરે. હંમેશા ખુશ રહે. હું તને પ્રેમ કરું છુ. તુ સંપુર્ણ છે.
આ તસવીરોમાં ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા ખૂબ જ નજીક જાેવા મળે છે. એક તસવીરમાં જ્યાં અભિનેતા તેને સંભાળતા જાેવા મળે છે, તો બીજી તસવીરમાં બંને સેલ્ફી લઈ રહ્યાં છે. બંનેની આ પોસ્ટ જાેઈને ફેન્સ પણ તેમને અભિનંદન આપવા લાગ્યા. કેટલાક ચાહકોએ તો એમ પણ કહ્યું કે તમે બંને એકસાથે ખૂબ જ સુંદર લાગો છો.
જ્યારે સોનાક્ષી સિન્હા બોલિવૂડમાં બેક ટુ બેક કામ કરી રહી છે અને OTT પર તેના વખાણ પણ થઈ રહ્યાં છે, ત્યારે ઝહીર પણ વ્યવસાયે એક અભિનેતા છે. તેણે ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કહેવાય છે કે સોનાક્ષી અને ઝહીર સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હજુ સુધી બંનેએ તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.SS1MS