BPCLએ ક્રિકેટર રાહુલ દ્રવિડને તેના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યાં
મુંબઇ, ભારતમાં બીજી સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની તથા અગ્રણી ઇન્ટિગ્રેટેડ એનર્જી કંપનીઓ પૈકીની એક ભારત પેટ્રોલિયમે દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યાં છે.
આ અતુલ્ય ભાગીદારી ગુણવત્તા, પ્રામાણિકતા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. રાહુલ દ્રવિડની અદ્ભુત ખેલદિલી, રોલ મોડલનો દરજ્જો, નિષ્ઠા, નિર્ભરતા અને વિશ્વાસપાત્રતાના એવાં મૂલ્યોને સંપૂર્ણપણે દર્શાવે છે કે જેમના માટે અમે ઊભા છીએ તથા તેમને બ્રાન્ડ બીપીસીએલ માટે એકદમ ઉપર્યુક્ત બનાવે છે.
રાહુલ દ્રવિડ બીપીસીએલની પ્રતિષ્ઠિત પ્યોર ફોર શ્યોર પહેલ તથા મેક લ્યુબ્રિકન્ટ્સ શ્રેણીનો પ્રચાર કરશે.
રાહુલ દ્રવિડનું સ્વાગત કરતાં બીપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જી. ક્રિષ્નાકુમારે કહ્યું હતું કે, “અમે બીપીસીએલ પરિવારમાં રાહુલ દ્રવિડનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. આપણા સમયના મહાન ક્રિકેટર્સ પૈકીના એક હોવા સાથે તેઓ ઉત્કૃષ્ટ બેટિંગ કૌશલ્યોની સાથે-સાથે નિષ્ઠા અને ભરોસાપાત્રતા માટે પણ ઓળખ ધરાવે છે. આ દિગ્ગજ ખેલાડી કે જેઓ ભારતીય ક્રિકેટની નવી ઊંચાઇ ઉપર લઇ ગયાં છે ત્યારે વિશ્વાસ, પ્રામાણિકતા, નૈતિકતા, સેવા અને સુસંગતતાના અમારા મૂલ્યોને રાહુલ પ્રદર્શિત કરે છે. બીપીસીએલ સાથે તેમનો સહયોગ દેશભરમાં ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વાસપાત્રતાની અમારી ખાતરીને વધુ મજબૂત કરશે.”
આ ઐતિહાસિક ભાગીદારી વિશે વાત કરતાં રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, “ઇનોવેશન અને નિષ્ઠાનો સમૃદ્ધ વારસો ધરાવતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ પૈકીની એક બીપીસીએલ સાથે સહયોગ કરતાં હું આદર અનુભવું છું. આજે પ્યોર ફોર શ્યોર અને મેક લ્યુબ્રિકન્ટ્સ જેવી બ્રાન્ડ વિશ્વાસ અને નિર્ભરતા સાથે દરેક ભારતીયોના જીવનનો અભિન્ન હિસ્સો બની છે. હું આનાથી સારી બ્રાન્ડ વિશે વિચારી શકતો નથી કે જેની સાથે જોડાઇ શું અને હું કંપની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું કારણકે તે વિકાસ અને સફળતાની સફરમાં એક નવા પ્રકરણની શરૂઆત કરી રહી છે.”
પ્રામાણિકતા અને વિશ્વાસના વારસાને આગળ ધપાવતા બીપીસીએલએ સતત પોતાને ઇન્ડસ્ટ્રી લીડર તરીકે સ્થાપિત કર્યું છે. સ્પર્ધાના ગતિશીલ લેન્ડસ્કેપ વચ્ચે આ મૂલ્યો પ્રત્યે કંપનીની અડગ પ્રતિબદ્ધતાએ તેને સતત વિશિષ્ટ ઓળખ આપી છે. બીપીસીએલના ચહેરા તરીકે રાહુલ દ્રવિડનો સમાવેશ આ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે, જે અખંડિતતા અને વિશ્વસનીયતાના સર્વોચ્ચ ધોરણો જાળવવાની સહિયારી નીતિને પ્રતિબિંબિત કરે છે.