BPCIનું FIPI એવોર્ડ્સ 2024માં પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માન
મુંબઇ, 29 નવેમ્બર, 2024: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને અગ્રણી મહારત્ન કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ પ્રતિષ્ઠિત ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી (એફઆઇપીઆઇ) એવોર્ડ્સ 2023 ખાતે નોંધપાત્ર માન્યતા હાંસલ કરી છે. બીપીસીએલને બહુવિધ એવોર્ડ્સથી સન્માનિત કરાયું છે, જે ઊર્જાક્ષેત્રે તેના નેતૃત્વ, ઇનોવેશન અને કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
માનનીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી હરદીપ સિંઘ પુરી તથા ઓઇલ અને ગેસ સેક્ટરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડાયરેક્ટર (માર્કેટિંગ) શ્રી સુખમલ જૈન, ડાયરેક્ટર (રિફાઇનરીઝ) શ્રી સંજય ખન્ના અને અનિરૂદ્ધ કુલકર્ણીએ એવોર્ડ સ્વિકાર્યાં હતાં.
બીપીસીએલના ‘ઓઇલ માર્કેટિંગ કંપની ઓફ ધ યર’, ‘ઓઇલ એન્ડ ગેસ રિટેઇલર ઓફ ધ યર’ અને ‘ડિજિટલી એડવાન્સ્ડ કંપની ઓફ ધ યર’ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરાયું છે. આ એવોર્ડ્સ સંચાલકીય ઉત્કૃષ્ટતા માટે કંપનીની અતૂટ કટીબદ્ધતા તથા હીતધારકોને મૂલ્ય પ્રદાન કરવા ઉપર તેના ધ્યાનને પ્રકાશિત કરે છે. આ માન્યતા બીપીસીએલની સમગ્ર કામગીરી દરમિયાન ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવામાં નોંધપાત્ર સિદ્ધિઓને પણ પ્રકાશિત કરે છે.
અદ્યતન તકનીકોને અપનાવીને બીપીસીએલએ કાર્યક્ષમતા વધારી છે, ગ્રાહકોના અનુભવોમાં વધારો કર્યો છે તેમજ ઊર્જા ક્ષેત્રના ડિજિટલ ઉત્ક્રાંતિમાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
આ ઉપરાંત બીપીસીએલએ તેના મુંબઇ રિફાઇનરી પ્રોજેક્ટઃ લ્યુબ ઓઇલ બેઝ સ્ટોકનું ઉત્પાદન વધારવા માટે ‘બેસ્ટ મેનેજ્ડ પ્રોજેક્ટ ઓફ ધ યર’ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિમાં ઉમેરો કરતાં આરએન્ડડી મેનેજર શ્રી અનિરુદ્ધ કુલકર્ણીને ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત ‘યંગ અચીવર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો છે. આ સન્માન સંશોધન અને નવીનતામાં તેમના અગ્રણી યોગદાનને માન્યતા આપે છે, જે પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ઉર્જાક્ષેત્રે પ્રગતિને આગળ વધારવા માટે બીપીસીએલના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.
બીપીસીએલ ઉદ્યોગમાં સતત બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે તથા આ માન્યતાઓ કંપનીના શ્રેષ્ઠતા, નવીનતા અને પ્રભાવશાળી કમ્યુનિકેશન પ્રત્યેના અતૂટ સમર્પણને પ્રકાશિત કરે છે. બીપીસીએલ સતત આગળ વધવા, સકારાત્મક પરિવર્તન લાવવા અને વૈશ્વિક ઉર્જા લેન્ડસ્કેપમાં ટ્રેલબ્લેઝર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.