BPCLએ 27,000 એસક્યુએમ રોડ બનાવવા 250 એમટી વેસ્ટ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કર્યું
મુંબઈ, ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની, ઓઇલ માર્કેટિંગ કંપની પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ આજે જાહેરાત કરી છે કે, કંપની એના કોર્પોરેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (સીડીઆરસી) દ્વારા વિકસાવેલી
નવી વેસ્ટ પ્લાસ્ટિક રોડ (ડબલ્યુપીઆર) પ્રક્રિયાનો ઉપયોગ કરીને 27,000 એસક્યુએમ રોડ બનાવવા રિસાયકલ કરેલું 250 એમટી વેસ્ટ પ્લાસ્ટિક ધરાવે છે. આ પહેલ પર્યાવરણ પર કોઈ પણ માઠી અસર ઘટાડવા અને ફૂડ ચેઇનમાં પ્લાસ્ટિકનાં પ્રવેશને નિવારવા એનાં સીમાચિહ્નો પૈકીનું એક છે.
વળી આ પહેલ કંપનીના “નેટ ઝીરો” ઉત્સર્જન લક્ષ્યાંકને પૂર્ણ કરવા એને મદદરૂપ થાય એવી અપેક્ષા છે અને “સ્વચ્છ ભારત અભિયાન”ને ભવ્ય રીતે સફળ બનાવવા પણ મદદરૂપ થશે.
બીપીસીએલ દ્રઢપણે માને છે કે, સમગ્ર દેશમાં માર્ગ નિર્માણના માળખાગત અભિયાન માટે કંપનીની આટલી મોટી પહેલથી વેસ્ટ પ્લાસ્ટિકના મેનેજમેન્ટની સમસ્યાનું સમાધાન થવાની સાથે જીએચજી (ગ્રીનહાઉસ વાયુઓ)નું ઉત્સર્જન વધુ ઘટાડવામાં અને સર્ક્યુલર ઇકોનોમી (ફરતું અર્થતંત્ર)ને વેગ આપવામાં મદદ મળશે.
આ પહેલને આગળ વધારવા બીપીસીએલએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક પાટણ સાંઈ ખાતે એના નવા ફ્યુઅલ સ્ટેશન પૈકીના એકમાં રોડ બનાવવાની ડબલ્યુપીઆર પ્રક્રિયાના ઉપયોગની શરૂઆત કરી છે, જેનો નજીકના ભવિષ્યમાં મોટા પાયે ઉપયોગ થશે.
સાઇટની સ્થિતિને આધારે 6-મીટર-પહોળા રોડ બનાવવા માટે અંદાજે 50,000 કિલોગ્રામ વેસ્ટ પ્લાસ્ટિક/કિલોમીટરનો ઉપયોગ થાય છે. ડબલ્યુપીઆર પ્રક્રિયાના વપરાશ સાથે બીપીસીએલએ 6 રાજ્યોમાં 250 એમટી મિક્સ્ડ વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આશરે 27,032 એસક્યુએમના એરિયામાં રોડના પટ્ટા વિકસાવ્યાં છે.
સીપીસીબી (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) દ્વારા હાથ ધરાયેલા પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદનોના જીવનચક્રના મૂલ્યાંકન મુજબ, 1 એમટી પ્લાસ્ટિક વેસ્ટને સળગાવવાથી જીએચજી ઉત્સર્જનમાં આશરે 3 એમટીનો ઘટાડો હાંસલ થાય છે.
આ પ્રક્રિયાની મુખ્ય ખાસિયત એ છે કે, વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના કચરાને અલગ કરવાની જરૂર નથી, જે શ્રમના ઘટાડા તરફ દોરી જાય છે અને હાથથી પ્લાસ્ટિકના કચરાને અલગ કરવાથી આરોગ્યલક્ષી સમસ્યાઓમાં ઘટાડો થાય છે.