Western Times News

Gujarati News

બ્રાડ પિટની ‘એફ૧’નાં ટીઝરમાં સ્પોટ્‌ર્સ ફિલ્મનો રોમાંચ દેખાયો

મુંબઈ, બ્રાડ પિટની સ્પોટ્‌ર્સ ફિલ્મ ‘એફ૧’નું ટીઝર લોંચ થયું છે. આ ફિલ્મની એક નાની ક્લિપ જાહેર કરવામાં આવી છે, જેમાં બ્રાડ પિટ ફિનિશ લાઇન સુધી પહોંચવા માટે સમય સાથે હરિફાઈ કરતો જોવા મળ્યો.

૩૦ સેકન્ડના આ વીડિયોમાં માંડ કોઈ ડાયલોગ હશે, પરંતુ ઓડિયન્સને બ્રાડ પિટ કારની આ ફિલ્મના સિનોપ્સીસ મુજબ, ‘એપલ ઓરિજિનલ ફિલ્મ્સ અને ટોપ ગનના ફિલ્મ મેકર્સ દ્વારા એફ૧ આવશે, જોસેફ કોસિન્સ્કીની ફિલ્મમાં બ્રાડ પિટ જોવા મળશે.

આ ફિલ્મ જેરી બ્રખીમર, કોસિન્સ્કીસ જાણીતા ફોર્મ્યુલા ૧ ડ્રાઇવર લેવિસ હેમિલ્ટન, જેરેમી ક્લેનર, ડેડે ગાર્ડનર ને ચેડ ઓમેન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.’

ફિલ્મની સમરી મુજબ, ‘જેની બહુ રાહ જોવાય છે એવી ફોર્ન્મ્યુલા ૧ રેસિંગમાં બ્રાડ પિટ એક નિવૃત્ત ડ્રાઇવર તરીકે જોવા મળશે જે ફોર્મ્યુલા ૧માં પરત ફરે છે, તેની સાથે ડેમસન ઇદ્રીસ એક ટીમમેટ તરીકે જોવા મળશે, તેઓ ગ્રિડમાં એક ટીમ તરીકે કામ કરતા જોવા મળશે. આ રમતના દિગ્ગજો સાથે આ કલાકારો સ્પર્ધા કરતા જોવા મળશે, તેથી વીકેન્ડ દરમિયાન યોજાતી વાસ્તવિક ગ્રાન્ડ પ્રિક્સ દરમિયાન આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે.’

આ ફિલ્મમાં બ્રાડ પિટ સિવાય એફ૧માં કેરી કોન્ડોન, ટોબિયાસ મેન્ઝીસ, કિમ બોડિ્‌નયા અને જેવીઅર બાર્ડમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.