બ્રાહ્મણ આખા વિશ્વની વિચાર ધારા છે : પ્રફુલભાઇ શુક્લ
(પ્રતિનિધિ) વલસાડ, મહાશિવરાત્રી ના પાવન દિવસે વલસાડના ગીતા સદન હોલમાં સમસ્ત બ્રહ્મ સમાજ નું ભવ્ય સંમેલન કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની અધ્યક્ષતા માં યોજાયું હતું આ પ્રસંગે પૂજ્ય બાપુ એ કહ્યું હતું કે બ્રાહ્મણ આ વિશ્વમાં સમાજ ની કરોડરજ્જુ છે સમસ્તવિશ્વ ની અનંત વિચાર ધારા છે .બ્રહ્મ સમાજ ના અગ્રણી નિનાદભાઈ ભટ્ટ અને અસ્વીનભાઈ રાવળ દ્વારા આપણા ભારત દેશ માં જ નહિ પણ દેશ દુનિયામાં કથાકાર તરીકે નામના મેળવનાર ખેરગામ નાશ્રી પ્રફુલ્લ ભાઈ શુક્લનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મ સમાજ ના અગ્રણી નિનાદભાઈ ભટ્ટ અને અશ્વિન ભાઈ રાવલ દ્વારા વલસાડના વેસ્ટર્ન ટાઇમ્સ ના વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ જાેશી અને ગુજરાત મિત્ર ના પરિમલ આચાર્ય નું સન્માન કરવામાં આવ્યું હતું નગરપાલિકા ના સભ્ય નિધિ ભટ્ટ, આસ્થા દવે, હેતલબેન ટંડેલ સહીત મહિલા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા વિજયભાઈ દવે દાંડિવલી વાળા એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું શિવજી ના રુદ્રભિષેક બાદ બ્રહ્મભોજન અને ફળાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી વિદ્યામૃત વર્સીની સંસ્કૃત પાઠશાળા ના લાભાર્થે જુલાઈ મહિના માં પ્રફુલભાઇ શુક્લ ની રામકથા ની ઘોષણા કરવામાં આવી હતી