Western Times News

Gujarati News

બ્રહ્માસ્ત્રે બે જ દિવસમાં કરી ૧૬૦ કરોડ રુપિયા કમાણી

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિરોધના વંટોળ વચ્ચે રીલિઝ થઈ અને હવે તેની કમાણીના આંકડાએ લોકોની બોલતી બંધ કરી દીધી છે. બોક્સઓફિસ પર ફિલ્મ ધમાલ મચાવી રહી છે.

અયાન મુખર્જીની આ ફિલ્મની ઓપનિંગ પણ જબરદસ્ત થઈ હતી અને શનિવારના રોજ એઠલે કે રીલિઝના બીજા દિવસે ૮૫ કરોડ રુપિયા વર્લ્ડવાઈડ કમાણી કરી હતી.

આ પરથી કહી શકાય કે ફિલ્મે અત્યાર સુધી ૧૬૦ કરોડથી વધારે કમાણી કરી લીધી છે. ઈન્ડસ્ટ્રીના જાણકારોનું અનુમાન છે કે ફિલ્મ ૨૫૦ કરોડ સુધી વીકેન્ડ પર જ પહોંચી જશે. ફિલ્મના હિન્દી વર્ઝનનું પર્ફોમન્સ તો સારુ છે જ, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ફિલ્મે શનિવારના રોજ તમિલનાડુમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી.

તાજેતરમાં જ ફિલ્મના ઓફિશિયલ ટિ્‌વટર અકાઉન્ટ પર જાહેરાત કરવામાં આવી કે ફિલ્મે બે દિવસમાં વર્લ્ડવાઈડ ૧૬૦ કરોડ રુપિયા કમાણી કરી છે. સાથે જ લખવામાં આવ્યું છે કે, તમામ દર્શકોનો આભાર.

શનિવારના રોજ મેકર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મે ઓપનિંગ દિવસે વર્લ્ડવાઈડ ૭૫ કરોડ રુપિયા કમાણી કરી છે. પ્રોડ્યુસર કરણ જાેહરે પણ દર્શકોનો આભાર માન્યો છે. કરણે લખ્યું છે કે, પ્રકાશનું તેજ વધ્યું છે. ઝોયા અખ્તર સહિત ફેન્સ અને સેલેબ્સે કરણને શુભકામના પાઠવી છે.

ઉલ્લેખીય છે કે આ ફિલ્મ માટે અયાન મુખર્જીએ વર્ષો સુધી મહેનત કરી છે. લગભગ ૧૧ વર્ષ તેણે આ ફિલ્મ પાછળ આપ્યા છે. ફિલ્મમાં ટેક્નોલોજીનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે. અયાન મુખર્જીએ ૧૬૦ કરોડની પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, આ દુનિયામાં પ્રેમથી મોટું કોઈ અસ્ત્ર નથી. વીકેન્ડ પર સિનેમાઘરોમાં પ્રેમ અને પ્રકાશનો સંચાર કરવા બદલ તમામ દર્શકોનો આભાર.

આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે. અને આ તમામ ભાષાઓમાં ફિલ્મ સારું પર્ફોર્મ કરી રહી છે.

ફિલ્મમાં નાગાર્જુનનો મહત્વનો રોલ હોવાને કારણે તેમજ એસએસ રાજામૌલીએ ફિલ્મ પ્રેઝન્ટ કરી હોવાને કારણે તેલુગુ વર્ઝનમાં વધારે સારા પર્ફોમન્સની આશા હતી, પરંતુ તમિલનાડુમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં શનિવારના રોજ ફિલ્મે ૧.૯ કરોડ રુપિયાનો બિઝનસ કર્યો. રાજ્યમાં આ પહેલી એવી બોલિવૂડ ફિલ્મ છે જેણે આ આંકડો પાર કર્યો હોય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.