બ્રહ્માસ્ત્રની અત્યાર સુધીમાં કુલ ૨૨૪.૭૮ કરોડની કમાણી
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૨૨૪.૭૮ કરોડની કમાણી કરી છે. રિલીઝના ૧૩મા દિવસે ફિલ્મે ૩.૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. વિવિધ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની હિન્દીમાં કુલ કમાણી ૨૦૫.૪૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
તારીખ ૨૩ સપ્ટેમ્બર, શુક્રવારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા નેશનલ સિનેમા ડેની ઉજવણી કરી રહ્યું છે. જેમાં દેશના લગભગ ૪૦૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મોની ટિકિટની કિંમત ૭૫થી ૧૫૦ રૂપિયા વચ્ચેની રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૭૫થી ૮૦ ટકા સ્ક્રીન્સ હાઉસફુલ થઈ ગયા છે.
જેનો સૌથી વધારે ફાયદો બ્રહ્માસ્ત્રને થશે. નેશનલ સિનેમા ડે નિમિત્તે સૌથી વધારે બ્રહ્માસ્ત્રની ટિકિટોનું એડવાન્સ બુકિંગ થયું છે. ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા ટિ્વટર પર જણાવ્યું કે, કેટલાંક સ્ક્રીનશૉટ્માં હું જાેઈ રહ્યો છું કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પછાડતા ફિલ્મ બ્રહ્માસ્ત્ર વર્ષ ૨૦૨૨ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, હાહાહાહા મને નથી ખબર કે તેમણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને કેવી રીતે પછાડી લાકડીથી, હૉકીથી કે પછી એકે ૪૭ કે પથ્થરથી અથવા પછી પેઈડ પીઆર અને ઈન્ફ્લુઅન્સર્સથી? બોલિવૂડ ફિલ્મોને એકબીજા સાથે મુકાબલો કરવા દો.
અમને એકલા છોડી દો. હું આ મૂર્ખતાથી ભરેલી રેસમાં સામેલ નથી. આભાર. એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે.
‘બ્રહ્માસ્ત્ર’માં શિવા અને ઈશાનું નામ આખી ફિલ્મમાં છવાયેલું રહે છે. પણ, હવે એવી ચર્ચા છે કે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ઘણાં સીન્સ જાેતાં હોલિવૂડ ફિલ્મ હેરી પોટર સિરીઝ યાદ આવી જાય છે. જેમ કે ‘બ્રહ્માસ્ત્ર’માં શિવાનું પાત્ર અને હેરી પોટરમાં હેરીનું પાત્ર લગભગ એક જેવા જ છે. જેમ કે ‘બ્રહ્માસ્ત્ર’માં શિવા અને હેરી પોટરમાં હેરીને ભવિષ્યમાં જે ઘટના બનવાની છે તે વિશે અગાઉથી જ અંદાજાે આવી જાય છે.
હેરી પોટર અને ‘બ્રહ્માસ્ત્ર’ એમ બંને ફિલ્મોમાં ફહ્લઠ અને ગ્રાફિક્સનો ઘણો મોટો ખેલ છે. બંનેમાં એક્શન સીન્સ માટે વર્ચ્યુઅલ સેટ્સ તેમજ વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરાયો છે. જ્યાં હેરી પોટરના પાત્રો પોતાની નાનકડી લાકડીથી લોકો પર હુમલા કરે છે ત્યારે ‘બ્રહ્માસ્ત્ર’માં દરેક પાત્ર પાસે પોતપોતાના અસ્ત્ર છે. બંને ફિલ્મોમાં બાળકોના પાત્રથી માંડીને વૃદ્ધ પાત્ર પાસે વિશેષ શક્તિ જાેવા મળે છે.SS1MS