Western Times News

Gujarati News

બ્રેઈન ટયુમરની જાણ હવે MRI દ્વારા નહીં પરંતુ આંગળીઓ થકી થશે

લંડન, બ્રેઈન ટયુમર એક ગંભીર સમસ્યા બની રહી છે. વિશ્વમાં દર વર્ષે ર લાખ લોકોનાં મોત થાય છે. વિજ્ઞાનીઓએ તેની સારવાર માટે વિશ્વનો પ્રથમ ફીગર-પ્રિક ટેસ્ટ વિકસાવવામાં દાવો કર્યો છે. તેમના જ ણાવ્યયા અનુસાર પ્રોજેકટનો ઉદેશ્ય એેક સરળ ટેસ્ટીગ કીટ બનવાનો હતો જેનો ઉપયોગ દર્દીઓ ઘરે કરી શકે. ધ ઈન્ડીપેન્ડન્ટના અહેવાલમાં વિજ્ઞાનીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ટેસ્ટીગ ગંભીર અને શરૂઆત થતી ટયુમર અંગે પણ જણાવશે.

પ્રારંભીક સારવાર બાદ દર્દીઓ સાજા પણ થઈ શકે છે. જાેકે આ પછી પણ ટયુમર ફરીથી થવાની સંભાવના છે. તેથી એક સરળ પરીક્ષણ દ્વારા ગાંઠ વિશે જાણી દર્દીઓને ગંભીર પરીસ્થિતીમાં આવતાં રોકવામાં મદદ મળશે. સંશોધકોએ કહયું કે નવો ટેસ્ટ ખૂબ જ સરળ છે. પરીક્ષણમાં માત્ર આંગળી પર નહીવત જેવો દુખાવો થશે.

સંશોધનનું નેતૃત્વ નોટીગહામ ટ્રેન્ટ યુનિવસીટી એનટીયુ દ્વારા હાથ ધરાયું છે. શેફીલ્ડ યુનિવસીટીની ટીમી પણ સાથે મળીને કામ કરી રહી છે. એનટીયુ પ્રોફેન્સ ફીલીપ વિલ્સને કહયું બ્રેઈન ટયુમર તો ઠીક થઈ જાય છે. પરંતુ કમનસીબે ફરી થાય એક મોટી સમસ્યગા છે. જાે કોઈ દર્દી બ્રેઈન ટયુમરથી સાજાે થઈ ગયો હોય ત્યારબાદ ૬ મહીના પછી એમઆરઆઈ કરાવે છે ત્યારે તે ગાંઠ સંભવીતપણે પાછી આવી ગઈ હશે.

આ કારણોસર આ તકનીક મદદરૂપ થશે. તેનાથી ઘરે દર્દીઓની નિયમીત દેખરેખ સરળ રીતે કરાશે. આ ટેસ્ટની વિકલ્પ મળવાથી દર્દીઓ એમઆરઆઈ સ્કેન ટાળશે. તેનાથી પૈસાની પણ બચત થશે. ડોકટરો પરનો બોજ પણ ઓછો થવાની શકયતા છે. ઘણા પ્રકારના કેન્સર વિશે પણ અવગત કરાશે. જે સંભવીતપણે વિશ્વભરમાં લાખોના જીવ બચાવવામાં મદદ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.