અડાલજમાં તા.૩થી ૫ જાન્યુ. બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-૨નું આયોજન
આ સમિટનો મુખ્ય ઉપદેશ સમાજના વિકાસથી રાષ્ટ્રનો વિકાસઃ યજ્ઞેશ દવે
અમદાવાદ, અડાલજ વિસ્તારમાં તા.૩થી ૫ જાન્યુઆરી સુધી એમ ત્રણ દિવસીય બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-૨નું (Bramha Samaj Business Summit 2 at Adalaj Gandhinagar Gujarat) આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ૫૦ હજાર યુવાનો અને ૧૦ હજાર વિધવા મહિલાઓ ભાગ લેનાર છે જ્યારે ૨ હજારથી વધુ ઉદ્યોગપતિઓ સમિટમાં ભાગ લેનાર છે.
સમાજનો વિકાસ એ જ રાષ્ટ્રનો વિકાસ એ ઉદ્દેશ સાતે આ પ્રકારનું આયોજન ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યું છે એમ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ (Yagnesh Dave Convinor) પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. અડાલજના વિશાળ મેદાનમાં ૨૦૦ જેટલાં સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. જેમાં ૩૦૦૦ જેટલી બ્રાહ્મણ પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ અને ૨૪ કેટેગરીઓમાંથી બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપવામાં આવશે. (Bramha Gaurav Award)
પ્રથમ દિવસે એટલે કે તા.૩ જાન્યુ.એ સવારે ૭ વાગે ધર્મસભા બપોરના ૧૨ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અને વિભાવરીબેન દવે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેશે.
તા.૪થીએ સવારે ૧૧ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુક અમીત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, માજી મંત્રી ભરતસિંહ સોલંકી, પ્રદેશ મહામંત્રી નિક્ષિત વ્યાસ તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.
વિશેષમાં ડો.યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે આ ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાનના મહામુનીમ રાજ્યપાલ કલરાજ મિશ્રાજી, ઉત્તરપ્રદેશના મહામુનીમ રાજ્યપાલ આનંદીબેન પટેલજી તથા ગુજરાત રાજ્યના મહામુનિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારવાના છે. સાથે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ પણ આ ત્રણ દિવસ મુલાકાત કરશે.
આ આયોજનની વધુ વિગતો આપતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મુખ્ય સંગઠક કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે તારીખ ૩ અને ૪ જાન્યુઆરીના રોજ સાંજે ૬થી ૯ કલાકે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતી પ્રસિદ્ધ કલાકારો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
૫ જાન્યુઆરી સાંજે ૬ કલાકે બ્રહ્મ ગૌરવ એવોર્ડ ૨ કાર્યક્રમ યોજાશે. જેમાં ફિલ્મી જગતની પ્રસિદ્ધ હસ્તીઓ પધારશે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયાએ જણાવ્યું હતું કે સમાજનું આ સૌથી મોટું સામાજીક આયોજન થવા જઈ રહ્યું છે.
ત્યારે ગુજરાતભરના બધા જ સંગઠનો એક જૂથ થઈ બ્રાહ્મણ અગ્રેસર બનશે તેવું ઉદાહરણ પુરૂ પાડશે. શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ચીફ કોર્ડિનેટર શ્રી અમિતભાઈ દવેએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના બ્રહ્મસમાજ માટે બ્રહ્મ હેલ્થ કાર્ડની યોજના મૂકવામાં આવી છે. જેમાં ૭૦૦૦થી વધુ બ્રહ્મ પરિવારોએ ફોર્મ ભરી સાથે ડોક્ટરો દ્વારા ૭૦૦થી વધુ સેવાઓમાં ૫૦ ટકા સુધી ડીસ્કાઉન્ટ આપવામાં આવી છે. જે કાર્યક્રમ ૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બિઝનેસ સમિતની અંદર તમામ ડોક્ટરોનું સન્માન કરી બ્રહ્મ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે.