બ્રહ્માકુમારીઝ ગાંધીનગર ખાતે યોજાયું મીડિયા કર્મીઓનું આધ્યાત્મિક સ્નેહમિલન
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય અને ભગિની સંસ્થા રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશના મીડિયા પ્રભાગ દ્વારા ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અંતર્ગત વર્ષ ૨૦૨૨ની થીમ ‘દયા એવમ કરુણા કે લિએ આધ્યાત્મિક સશક્તિકરણ’ તળે ‘વેલ્યૂ બેઝડ મીડિયા’ વિષય પર ૬ જુલાઇ ૨૦૨૨ બુધવારે યોજવામાં આવ્યું હતું.
સવારે ૧૧.૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન ગાંધીનગરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કર્મીનોનું આધ્યાત્મિક સ્નેહમિલન રાખવામાં આવેલ. ગાંધીનગર સમાચારના મેનેજિંગ તંત્રી શ્રીકૃષ્ણકાંત જહા અને બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સંચાલિકા આદરણીય રાજયોગીની કૈલાશદીદીજીની અધ્યક્ષતા
અને બ્રહ્માકુમારીઝ ચીલોડા સંચાલિકા બી.કે.તારાબેન, બ્રહ્માકુમારીઝ ઉર્જાનગર સંચાલિકા બી.કે.રંજનબેન, બી. કે.કૃપલબેન, બી.કે.રાજુભાઈ અને બી.કે.સંદીપભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં ૫૦ જેટલાં મીડિયા કર્મીઓએ સ્નેહમિલનની સમાપ્તિમાં ખૂબ જ પ્રેમથી બ્રહ્માભોજનનો સ્વીકાર કરેલ.
સૌને ૨૯ ઓગસ્ટ,૨૦૨૨ થી ૨, સપ્ટેમ્બર,૨૦૨૨ દરમ્યાન શાંતિવન, આબુરોડ, રાજસ્થાન ખાતે આયોજિત મીડિયા કોન્ફરન્સ માટે નિમંત્રણ પાઠવી પરમાત્માના ઘરેથી યાદગાર રૂપે ભેટ સોગાત પણ આપવામાં આવેલ.