બ્રહ્માકુમારીઝ ગાંધીનગર દ્વારા મંત્રીઓને બાંધવામાં આવી રાખડી
ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર તરફથી ૮, ઓગસ્ટ,૨૦૨૨ સોમવારના રોજ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અંતર્ગત રક્ષાબંધન–૨૦૨૨ની ઉજવણીના ભાગ રૂપે સ્વર્ણિમ સંકુલ, સચિવાલય ગાંધીનગર ખાતે સંચાલિકા આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજી બ્રહ્માકુમારીઝ ડેલિડેશન સાથે પધારેલ.
સ્વર્ણિમ સંકુલ. ૧ ખાતે (૧) મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, (૨) આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠના મંત્રી શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ,
(૩) સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપ ખનાભાઈ પરમાર, (૪) ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ અને સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે (૧) કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ ,ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરીના રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ ઈશ્વરભાઈ વિશ્વકર્મા ,
(૨) અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, (૩) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા, (૪) પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ પુંજાભાઈ (૫) આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ
અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર શ્રી ને પરમાતમ પ્યાર, શક્તિ અને વરદાન યુક્ત રક્ષા બાંધેલ. પ્રભુ પ્રસાદથી મુખ મીઠું કરાવેલ. અને ગાંધીનગરમાં સેક્ટર.૨૮ ખાતે આવેલ સ્થાનિક સેવાકેન્દ્રમાં તથા મુખ્યાલય આબુ, રાજસ્થાન ખાતે આયોજિત રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન માટે પધારવાનું નિમંત્રણ આપેલ.
બ્રહ્માકુમારીઝ ડેલિગેશનમાં કૈલાશદીદીજી સાથે ચીલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેન, બી.કે.જુગનુબેન, બી.કે.કૃપલબેન, બી.કે.પારૂલબેન, બી.કે.મીરાબેન તથા બી.કે.ભરતભાઈ પણ સહયોગી હતા.
જ્યારે સવારે મંત્રીશ્રીઓના નિવાસ સ્થાને રાજયકક્ષાના મંત્રીશ્રી,શ્રમ, રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજાને પણ આદરણીય કૈલાશ દીદીજીએ પરમાતમ પ્યાર, શક્તિ અને વરદાન યુક્ત રક્ષા બાંધેલ.
પ્રભુ પ્રસાદથી મુખ મીઠું કરાવેલ અને ગાંધીનગરમાં સેક્ટર.૨૮ ખાતે આવેલ સ્થાનિક સેવાકેન્દ્રમાં તથા મુખ્યાલય આબુ, રાજસ્થાન ખાતે આયોજિત રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન માટે પધારવાનું નિમંત્રણ આપેલ. દીદીજી સાથે બી.કે.કૃપલબેન, ઓમશાંતિ સ્કૂલના માલિક અને મોરબી સમાજ સેવાકેન્દ્ર સંચાલક ભ્રાતા ઠાકરસી ભાઈ પટેલ, હરિશભાઈ ગોહિલ પણ સહયોગી હતા.