રાશન કાર્ડ પર મફતમાં મળશે બ્રાન્ડેડ દારુ, ઉમેદવારે જનતાને આપ્યું વચન
મુંબઈ, મહારાષ્ટ્રના ચંદ્રપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી એક મહિલા ઉમેદવાર વનિતા રાઉત હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં જોઈએ તો, તેમણે ચૂંટણીમાં વચન આપ્યું છે, જે બાકીના ઉમેદવારોથી કંઈક અલગ છે.
આવું ચોંકાવનારો વાયદો ભાગ્યે જ સાંભળ્યો હશે. તેમણે લોકોને મફતમાં દારુ આપવાનું વચન આપ્યું છે. અખિલ ભારતીય માનવતા પાર્ટીની વનિતા રાઉતને પેનની નીપ ચૂંટણી ચિન્હ મળ્યું છે. તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
વનિતા રાઉતે કહ્યું કે, જો તેઓ સાંસદ બન્યા તો, સાંસદ નિધિમાંથી તેઓ રાશન કાર્ડ પર જેમ રાશન મળે છે, તેવી જ રીતે ઉંચ્ચ ક્વાલિટીની વિસ્કી અને બિયર પણ ગરીબોને આપવામાં આવશે. સાથે જ બેરોજગાર યુવકોને દારુની દુકાનો ખોલીને આપશે.
વનિતાનું કહેવું છે કે, ગરીબ લોકોને મોંઘા દારુ પીવા મળતા નથી. તેઓ દેશી દારુ પીને જ્યાંને ત્યાં પડી રહેતા હોય છે. એટલા માટે સસ્તા ભાવે સારો દારુ આપીને તેમને ખુશ જોવા માગે છે. આજે લોકો બેફામ દારુ પીવે છે. જેનાથી તેમના ઘર બર્બાદ થઈ રહ્યા છે.
જો પીવાવાળા પાસે પીવાનું લાયસન્સ હશે તો તે લિમિટમાં દારુ પીશે અને ઘર પણ બરબાદ થશે નહીં. પહેલા પણ ચૂંટણી લડી ચુકી છે વનિતા વનિતા રાઉતે પહેલી વાર આ ચૂંટણીમાં ઊભી રહી છે, એવું નથી. ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં પણ તેઓ નાગપુર સીટ પર ઉભા રહ્યા હતા.
૨૦૧૯માં જ વિધાનસભા ચૂંટણીમાં ચિમૂર વિધાનસભાથી ઊભા રહ્યા હતા. ત્યારે પણ વનિતાએ વચન આપ્યું હતું અને ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. તેમ છતાં પણ આ વખતે તેઓ ચૂંટણીમાં ઊભા રહ્યા છે.SS1MS