ટેકસના રૂપિયાથી મનપાના કોર્પોરેટરોને બ્રાન્ડેડ ટેબલેટ અપાશે
વડોદરા, વડોદરા મ્યુનસીપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના ટેક્ષના પૈસાથી ડીજીટલના બહાને કોર્પોરેટરોને અને કલાસ વન અધિકારીઓ માટે રૂપિયા પ૦ લાખના ખર્ચે ૧૧૦ બ્રાન્ડેડ ટેબલેટની ખરીદી કરાશે. આ માટે સ્થાયી સમીતીએ બજેટ બાદ બેગોને બદલે ટેબ્લેટ આપવાનું નકકી કરતા એકાઉન્ટ વિભાગે લેપટોપ ખરીદવાની પ્રક્રિયયા શરૂ કરી દીધી છે.
વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન દર વર્ષે માર્ચ મહીનામાં બજેટ મંજુર કરે એટલે કોર્પોરેટો એન કલાસ વનવ અધિકારીઓ સહીત પત્રકારોને બેગ આપવાની પ્રણાલીકા વર્ષોથી ચાલતી આવી છે. જેમાં કેટલાક વર્ષોથી પત્રકારોને બજેટ દરમ્યાન બેગો આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે.
તો પ્રણાલીગગત પત્રકારોને બેગો આપવામાં આવે આવે તેવો સુર ઉઠયો છે. ત્યારે આ વર્ષે બજેટ દરમ્યાન પ્રજાના ટેક્ષના પૈસાથી ફકત કોર્પોરેટરોને કલાસવન અધિકારીઓને મોઘા ભાવની બ્રાન્ડેડ બેગોના બદલે ડીજીટલના બહાના હેઠળ બેગના સ્થાને બ્રાન્ડેડ ટેબ્લેટ આપવાનું સ્થાયી સમીતીએ નકકી કરતા એકાઉન્ટ વિભાગે બ્રાન્ડેડ ટેબ્લેટ ૧૧૦ નંંગ ખરીદવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધીી છે. આ ટેબલેટ સાથે કી-બોર્ડ આપવામાં આવનાર છે.