Breaking : અમેરીકાના યુદ્ધ અભ્યાસથી ના ડર્યું ઉત્તર કોરિયા
નવીદિલ્હી,અમેરીકા- દક્ષિણ કોરિયાના સંયુક્ત હવાઈ અભ્યાસના એક દિવસ પછી ઉત્તર કોરિયાએ ફરીથી નાની રેન્જની બે બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ૪૮ કલાકમાં આ બે મિસાઈલ ફાયર કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના સુખોન ક્ષેત્રથી સવારે ૭.૦૦થી ૭.૧૧ વાગ્યા સુધી બે બેલાસ્ટિક મિસાઈલોનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે દેશની સુરક્ષા અને દેખરેખને મજબૂત બનાવતી વખતે યુએસ સાથે ગાઢ સહયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.દક્ષિણ કોરિયાની સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયાનું આ પગલું અમેરિકા અને દક્ષિણ કોરિયાએ રવિવારે સંયુક્ત હવાઈ બોમ્બ છોડવાની કવાયતના એક દિવસ પછી આવ્યું છે.
Breaking: North Korea not afraid of US war drills
જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફ અનુસાર, સૈન્ય કવાયત દરમિયાન દક્ષિણ કોરિયાના F-35A સ્ટીલ્થ ફાઈટર અને F-15K જેટ્સે US F-16 ફાઈટર્સની સાથે ઉડાન ભરી હતી.અગાઉ, ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તેણે ૧૮ ફેબ્રુઆરીના રોજ લશ્કરી પરેડ દરમિયાન ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ( ICBM ) નું પ્રદર્શન કર્યું હતું,
જેના પગલે યુએસ અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત કવાયત શરૂ કરી હતી.સૈન્ય અભ્યાસ દરમિયાન દક્ષિણ કોરિયાના F-35A સ્ટીલ્થ લડાકૂ વિમાન અને F-15K જેટ વિમાનોએ અમેરિકાના F-16 લડાકૂ વિમાનો સાથે ઉડાન ભરી હતી.HM1