Western Times News

Gujarati News

બ્રેકઅપનો અર્થ એ નથી કે રેપનો કેસ બને: સુપ્રીમ

નવી દિલ્હી, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના નામે નોંધાતા બળાત્કારના કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

કોર્ટે કહ્યું કે એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે બ્રેકઅપનો અર્થ એ નથી કે રેપ કેસ બની જાય.

સમાજમાં હવે મૂલ્યો જે રીતે બદલાઈ રહ્યા છે. આપણે સમજવું પડશે કે સંબંધ તૂટવાથી રેપનો કેસ ન બનવો જોઈએ. રેપ કેસને રદ કરવા માટે અરજી કરનાર વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.કેસની વિગતો એવી છે કે, લગ્ન ન થતાં મહિલાએ તેના મંગેતર વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યાે હતો.

મહિલાએ દાવો કર્યાે હતો કે લગ્નનું ખોટું વચન આપીને યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસની સુનાવણી કરતી વખતે બેન્ચે મહિલાને કહ્યું કે, ‘જો તમે આટલા નિર્દાેષ હોત તો તમે અમારી પાસે ન આવ્યા હોત.’ તમે પુખ્ત વયના હતા. એવું ન કહી શકાય કે કોઈએ તમને લગ્નનું વચન આપીને મૂર્ખ બનાવ્યા.

જો અમે તમારી સાથે સહમત હોઈએ તો કોલેજમાં છોકરા અને છોકરી વચ્ચેનો સંબંધ સજાપાત્ર બનશે. કોર્ટે કહ્યું, ધારો કે બે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેમ છે. છોકરી પાછળ હટે છે અને યુવક કહે છે કે હું આવતા અઠવાડિયે તારી સાથે લગ્ન કરીશ. જો કે, યુવક આવું કરતો નથી. શું આ કરવું ગુનો ગણાશે? આ પરંપરાગત દ્રષ્ટિકોણ છે. જેમાં બધી અપેક્ષાઓ ફક્ત પુરુષો પર જ મૂકવામાં આવે છે.

આના પર મહિલાના વકીલે કહ્યું કે આ અરેન્જ મેરેજનો કેસ છે. બંનેની સગાઈ થઈ ગઈ હતી. અહીં મુદ્દો એ છે કે છોકરીને લાગ્યું કે જો તે તેના મંગેતરને ખુશ નહીં કરે તો તે તેની સાથે લગ્ન નહીં કરે. આ કદાચ યુવક માટે કેઝ્યુઅલ સેક્સ હોઈ શકે પણ છોકરી સાથે એવું નહોતું.’

જોકે, બેન્ચ આ દલીલ સાથે સહમતિ દર્શાવી નથી.ન્યાયાધીશોએ કહ્યું કે તમે જ કહો કે શું ફક્ત લગ્ન ન કરી શકવાને બળાત્કારનો ગુનો ગણવો જોઈએ? આપણે આ બાબતને ફક્ત એક જ રીતે જોઈ શકીએ નહીં. આપણને કોઈ એક જેન્ડર સાથે લગાવ નથી.

ન્યાયાધીશ બિંદલે કહ્યું કે ફરિયાદીને ખબર હતી કે સંબંધનો અંત આવી શકે છે છતાં તેણે સંબંધ બાંધ્યા. કોર્ટે યુવકની અરજીની સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.