Western Times News

Gujarati News

બ્રિક્સ દેશોના NSA અને મંત્રીઓની બેઠકમાં સામેલ નહીં થાય અજિત ડોભાલ અને એસ જયશંકર

file Photo

BRICS એ પાંચ દેશોનું એક જૂથ છે: Brazil, Russia, India, China અને South Africa.

(એજન્સી)નવી દિલ્હી, પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતા અઠવાડિયે બ્રિક્સ એનએસએ અને વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે નહીં. આ બેઠક ૩૦ એપ્રિલે બ્રાઝિલમાં યોજાશે.

અહેવાલ મુજબ, ડેપ્યુટી એનએસએ પવન કપૂર આ બેઠકમાં અજિત ડોભાલના સ્થાને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બ્રિક્સ એનએસએ બેઠકમાં, સરહદ પાર આતંકવાદ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરહદ પારથી આતંકવાદ, આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવું અને તેમના નેટવર્કને ખતમ કરવું આ બેઠકના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં સામેલ હશે.

BRICS દેશો વિશે સંક્ષિપ્ત માહિતી

BRICS એ પાંચ દેશોનું એક જૂથ છે: Brazil, Russia, India, China અને South Africa. આ દેશો દુનિયાના આર્થિક શક્તિઓમાં આવે છે અને વિશ્વના કુલ જીડીપી અને વસ્તીનો મોટો હિસ્સો ધરાવે છે.

BRICSનો ઉદ્દેશ એ છે કે વિકાસશીલ દેશો માટે એક મજબૂત મંચ પૂરું પાડવો, વૈશ્વિક અર્થતંત્રમાં ન્યાયપૂર્ણ અને બહુપક્ષીય વ્યવસ્થા સ્થાપિત કરવી.
આ દેશો સામૂહિક રીતે વેપાર, રોકાણ, વિકાસ, અને નાણાકીય સહકાર જેવા મુદ્દાઓ પર એકબીજાના સાથે કામ કરે છે.

BRICS દ્વારા “નવી વિકાસ બેંક” (New Development Bank – NDB) જેવી સંસ્થાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે વિકાસશીલ દેશોને નાણાકીય મદદ આપે છે.પ્રથમ BRICS સમિટ 2009માં યોજાઈ હતી અને ત્યારથી દર વર્ષે BRICS દેશોની શિખર બેઠક આયોજિત થાય છે.

જુલાઈમાં યોજાનારી સમિટના કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવા અને તેને સુધારવા માટે ૧૧ બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો એકસાથે મળશે. આ બેઠક ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ફાઇનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

માહિતી અનુસાર, રિયો ડી જાનેરોમાં ૬-૭ જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ સમિટમાં આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ અને ક્લાઈમેટ ચેન્જ, નાણાકીય બાબતો પર વિશેષ દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે અને તેને અપનાવવામાં આવે તેવી શક્્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ લાંબા અંતરના ચોકસાઇ હુમલા માટે તેમની તૈયારી દર્શાવતા અભ્યાસ સફળતાપૂર્વક હાથ ધર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.