બલ્ગેરિયાના માર્કેટમાં લોકો ફરીને પોતાના માટે પત્ની ખરીદે છે
નવી દિલ્હી, આજ સુધી તમે ઘણા પ્રકારના બજારો જાેયા હશે. શાક માર્કેટ, કાપડ માર્કેટ, અનાજનું માર્કેટ, પરંતુ શું તમે ક્યારેય દુલ્હનના બજાર વિશે સાંભળ્યું છે? તમે વિચારતા હશો કે આવું ક્યાં બને છે? શું આજના સમયમાં મહિલાઓને વેચવાની પણ છૂટ છે? Bride market Bulgaria
બલ્ગેરિયામાં એક એવી જગ્યા છે જ્યાં દુલ્હન બજાર બિલકુલ કાયદેસર છે. હા, આ માર્કેટમાં લોકો ફરીને પોતાના માટે પત્ની ખરીદે છે. અમે વાત કરી રહ્યા છીએ બલ્ગેરિયાના એવા માર્કેટની જ્યાં દુલ્હન વેચાય છે. આ દુલ્હનનું બજાર બુલ્ગારિયામાં સ્તારા જાગોર નામની જગ્યા પર આવેલું છે. પુરુષ પોતાના પરિવાર સાથે આ જગ્યાએ આવે છે અને પોતાની પસંદગીની યુવતી પસંદ કરે છે. જે યુવતી યુવકને પસંદ પડે છે, તેના માટે સોદાબાજી કરવામાં આવે છે.
જ્યારે યુવતીના પરિવારજનોને આપવામાં આવતી કિંમતથી સંતોષ થાય છે, ત્યારે તે કિંમત પર તેમની પુત્રીને યુવકને સોંપવામાં આવે છે. યુવક તે યુવતીને ઘરે લાવે છે અને તેને તેની પત્નીનો દરજ્જાે આપે છે. આ દુલ્હન બજાર ગરીબ યુવતીઓ માટે લગાવવામાં આવે છે. લગ્નમાં સામાન્ય રીતે ઘણો ખર્ચ થાય છે.
આવા પરિવારો, જેઓ તેમની પુત્રીના લગ્ન કરાવવામાં અસમર્થ હોય છે, તેઓ તેમની પુત્રીને આ મંડીમાં લઈ જાય છે. આ પછી યુવક યુવતીને પસંદ કરે છે. યુવતીના પરિવારજનોના હિસાબ પ્રમાણે પૈસા આપીને તે યુવતીને ખરીદે છે. આ પ્રથા બુલ્ગેરિયામાં વર્ષોથી ચાલી રહી છે. સરકાર પણ આ માર્કેટ માટે પરવાનગી આપે છે.
આ બજારમાં વેચાતી છોકરીઓની કિંમત અલગ-અલગ નક્કી કરવામાં આવે છે. જે યુવતીના પહેલા લગ્ન થયા ન હોય, તેની કિંમત વધારે હોય છે. આ સાથે બજારમાં વેચાતી દુલ્હનને ઘરે લઈ જતા પહેલા પણ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. કલાઈદઝી સમુદાયના લોકો આ બજારમાં તેમની દીકરીઓ વેચે છે.
ખરીદનાર પણ આ જ સમુદાયનો હોય તે ફરજિયાત છે. તેમજ બાળકીનું ગરીબ હોવું જરૂરી છે. આર્થિક રીતે મજબૂત પરિવારો તેમની દીકરીઓને વેચી શકતા નથી. આ સાથે ખરીદેલી છોકરીને વહુનો દરજ્જાે આપવો જરૂરી છે.SS1MS