બગધરાના યુવાનના 1.70 લાખની મત્તા લઈ લૂંટેરી દુલ્હન ફરાર
જામનગર, જામજાેધપુર તાબાના બગધરા ગામે રહેતા સુભાષ ભગવાનજી કોટડીયા નામના આધેડે ગોપ ગામના ઈશાક ગુલમામદ, ઘોઘા તેની પત્ની અલબેન ઈશાક ઘોઘા, રાજકોટના અજયસિંહ સોઢા તેની પત્ની રીમા સોઢા અને રાની ગાયકવાડ વિરૂધ્ધ રૂા.૧.૭૦ લાખની ઠગાઈ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં સુભાષ કોટડીયાની ઉપર થવા છતાં લગ્ન થતા નહોતા. અને જ્ઞાતિ બહાર લગ્ન કરવાની તૈયારી હોય ગોપ ગામે રહેતા ઈશાક ઘોઘાનો સંપર્ક કર્યો હતો. અને ઈશાાક ઘોઘા અને તેની પત્ની અલુબેન રાજકોટના અજયસિંહ સોઢા અને તેની પત્ની રીમા સાથે રહેતી રાની ગાયકવાડ નામની યુવતિ અંગે વાત કરી બતાવવા લઈ ગયા હતા
અને સુભાષનેે યુવતિ પસંદ આવતા રૂા.૧.૭૦ લાખની રકમ નક્કી કરી નાણાં લઈ લીધા બાદ લગ્ન કર્યા હતા. બાદમાં ચારેક દિવસ પછી રાજકોટથી અજયસિંહ સોઢાએ ફોન કરીને રાની ગાયકવાડને તેની માતાને નાગપુરમાં એટેકે આવ્યો હોવાથી તાત્કાલિક પહોંચવુ પડશે.
એમ કહીને રાની ગાયકવાડને મોકલી આપી હતી અને બાદમાં સુભાષને નાગપુર બોલાવી રૂા.૩૦ હજારની માંગણી કરતા ના પાડતા છૂટાછેડા આપી પોલીસ ફરીયાદની ધમકી આપી હતી. અને આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે પાંચેયની શોધખોળ કરી હતી.