ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર નિર્માણાધીન પુલ તુટ્યો
(એજન્સી)બદ્રીનાથ, ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર રૂદ્રપ્રયાગથી છ કિલોમીટર દૂર નારકોટા પાસે એક નિર્માણાધીન પુલ તૂટી પડતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતમાં કુલ ૮ લોકો દટાયા હતા. Bridge under construction on Rishikesh-Badrinath highway collapsed
જેમાંથી ૬ લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટર મશીન વડે પુલના સળિયા કાપીને મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. રુદ્રપ્રયાગ જિલ્લામાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર નારકોટા પાસે બાયપાસ બ્રિજ પર સવારે ૯ વાગ્યે આ અકસ્માત થયો હતો.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની માહિતી મળતા જ પોલીસે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં કુલ ૮ લોકો દટાયા હતા. જેમાંથી ૬ લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટર મશીન વડે પુલના સળિયા કાપીને મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.