ડાયમંડ સિટી સુરતના બ્રિજ કિશોરને હીરાના સવાલનો જવાબ ના આવડ્યો
સીધા આવી ગયા ૧૦ હજાર પર
બ્રિજ કિશોરના હાથમાંથી ૧.૬૦ લાખ જે જીતેલી રકમ હતી તે નીકળી ગઈ હતી, આનું કારણ તેમણે ૩.૨૦ લાખ માટે પૂછાયેલા સવાલનો ખોટો જવાબ
મુંબઈ,કોન બનેગા કરોડપતિ ૧૪’ના બુધવારે આવેલા એપિસોડમાં ગુજરાતના સુરત શહેરના કન્ટેસ્ટન્ટ બ્રિજ કિશોર હોટ સીટ પર બેઠા હતા. પાછલા એપિસોડમાં બ્રિજે પોતાના સ્ટ્રગલ અંગેની વાત જણાવી હતી, જેણે સૌ કોઈને ભાવુક કરી દીધા હતા. ડાયમંડના કારખાનામાં ૧૨ કલાક કામ કરનારા બ્રિજ કિશોરની હિંમતે હોસ્ટ અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
તેમણે પોતાની ગેમથી પણ બચ્ચનને વિચારતા કરી દીધા હતા. ૬ સપ્ટેમ્બરે આવેલા એપિસોડમાં બ્રિજ કિશોર ૧.૬૦ લાખ રૂપિયા જીતી ગયા હતા. ૭ સપ્ટેમ્બરના એપિસોડમાં આ રકમથી આગળની રકમ માટે ગેમ શરુ કરવામાં આવી હતી.
પરંતુ બ્રિજ કિશોરના હાથમાંથી ૧.૬૦ લાખ જે જીતેલી રકમ હતી તે નીકળી ગઈ હતી. આનું કારણ તેમણે ૩.૨૦ લાખ માટે પૂછાયેલા સવાલનો ખોટો જવાબ આપ્યો હતો. બ્રિજે આ સવાલનો જવાબ આપવા માટે ૫૦-૫૦ લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો.
આમ છતાં તેઓ સાચો જવાબ આપી શક્યા નહોતા. આ કારણે તેઓ ૧.૬૦ લાખ જે રકમ જીતી હતી તે ગુમાવીને ૧૦ હજાર પર આવી ગયા હતા. આમ સવાલ ખોટો પડતા ગેમના નિયમ પ્રમાણે તેઓ ૧.૬૦ લાખથી નીચે ૧૦ હજારના પડાવ પર આવી ગયા હતા. બ્રિજનું સપનું હતું કે તેઓ અહીંથી જીતેલા રૂપિયાથી ફેશન શો-રૂમ બનાવવા માગતા હતા, પરંતુ માત્ર ૧૦ હજાર જીતતા તેમનું સપનું અધૂરું રહી ગયું હતું.