બ્રિટનમાંથી 19 હજાર જેટલા પ્રવાસીઓને ઘરભેગા કરી દેવાયા

(એજન્સી)ઓવલ, અમેરિકાએ હાલમાં જ બ્રાઝિલ, ભારત, મેક્સિકો સહિત કેટલાય દેશોના ગેરકાયદેસર રીતે વસવાટ કરતા નાગરિકોને બહાર હાંકી કાઢ્યા છે. હવે દસ્તાવેજ વિના રહેતા પ્રવાસીઓ અને ગુનેગારો વિરુદ્ધ ટ્રમ્પ જેવી જ એક્શન બ્રિટનમાં શરુ થઈ ગઈ છે. બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવ્યા બાદ લગભગ ૧૯૦૦૦ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશવટો આપવામાં આવ્યો છે.
આ લોકોને ડિપોર્ટ કરવાનો એક વીડિયો પણ બ્રિટિશ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આખે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો વિરુદ્ધ અભિયાન ચલાવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો ઝડપાયા હતા. આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત ભારતીય રેસ્ટોરન્ટ, નેલ બાર, સ્ટોર અને કાર વોશમાં દરોડા પાડ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર પ્રવાસીઓ કામ કરતા હોવાની ફરિયાદો મળી હતી. બ્રિટિશ હોમ મિનિસ્ટર વેટે કૂપરે તેમના વિભાગે જાન્યુઆરીમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદથી કૂલ ૧૯૦૦૦ લોકોને ડિપોર્ટ કર્યા છે.
જાન્યુઆરી મહિનામાં જ ૮૨૮ પરિસર પર રેડ પાડી અને ૬૦૯ લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે જાન્યુઆરીની તુલનામાં તે ૭૩ ટકા વધારે હતા. ૭ લોકોને તો એકલા હંબરસાઈડ પર આવેલી ભારતીય રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને અરેસ્ટ કર્યા છે.