Western Times News

Gujarati News

બ્રિટનમાં અંધારામાં બેસવાના મળી રહ્યા છે પૈસા

નવી દિલ્હી, આપણી ધરતી પર એવી ઘણી વસ્તુઓ છે જેની કિંમત આપણે સમજી શકતા નથી અને તે વસ્તુઓ સમય સાથે ઘટી રહી છે અને આ બાબત બિલકુલ નવી નથી. જ્યારે મનુષ્યો મશાલોથી પોતાને અપગ્રેડ કરતા પાવર એટલે કે વીજળી સુધી પહોંચ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે તેનો આ રીતે દુરુપયોગ થશે. સમગ્ર વિશ્વમાં પાવરની અછત છે, પરંતુ લોકો તેનો ઓછો ઉપયોગ કરવા તૈયાર નથી.

લોકોને વીજળીનું મહત્વ સમજાવવા અને તેનો કરકસરથી ઉપયોગ કરવાનું શીખવાડવા માટે યુકેમાં નેશનલ ગ્રિડ દ્વારા એક અનોખી ઓફર કરવામાં આવી રહી છે. જાે અહીંના ગ્રાહકો એક કલાક સુધી અંધારામાં બેસી રહેશે તો બદલામાં તેમને ઈનામ તરીકે હજારો રૂપિયા આપવામાં આવશે. આ ઓફર ડિમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ ઇવેન્ટ હેઠળ લોકોને આપવામાં આવી રહી છે.

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર નેશનલ ગ્રિડ દ્વારા લાઇવ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ નામની આ ઇવેન્ટમાં લોકો માટે એક યોજના રજૂ કરવામાં આવી છે કે તેમને સાંજે એક કલાક વીજળી વિના બેસવું પડશે, જેના બદલામાં ગ્રાહકને ૧૦૦ પાઉન્ડ એટલે કે ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

તમારે આ ઇવેન્ટમાં ડીએફએસ સ્કીમ માટે સાઇન અપ કરવાનું રહેશે અને ત્યારબાદ લાઇવ ઇવેન્ટમાં સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી અંધારામાં બેસવું પડશે. આ રીતે વીજળી બચાવવામાં પણ મદદ મળશે અને લોકોને મેસેજ પણ આપી શકાશે. શિયાળો હોય કે ઉનાળો, માત્ર બ્રિટનમાં જ નહીં પણ વિશ્વના લગભગ તમામ દેશોમાં વીજળીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

કેટલીકવાર લોકો પોતાને ઠંડુ કે ગરમ રાખવા માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરે છે, વીજળીના વપરાશ માટે સાંજનો સમય પીક ટાઈમ હોવાથી ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે વીજળીનો ઉપયોગ ઓછો અથવા નહીવત થાય તો કેટલા પૈસા બચાવી શકાય.

આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં રહેલા કોલસા અને અન્ય ખનીજ પદાર્થો ઝડપથી ખૂટી રહ્યાં છે અને જાે હજી પણ તેનો સાવચેતી પૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો આપણી આવનારી પેઢીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.