Western Times News

Gujarati News

બ્રિટનના ગાર્ડિયન ગ્રૂપે વિશ્વનું સૌથી જુનું અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ વેચી દીધું

લંડન, બ્રિટનના ગાર્ડિયન અખબારના માલિકે બુધવારે પુષ્ટિ કરી કે, તેમણે વિશ્વનું સૌથી જૂનું સંડે અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ ટોર્ટાેઇઝ મીડિયાને વેચી દીધું છે.

ગાર્ડિયન મીડિયા ગ્રૂપની માલિકી ધરાવતા સ્કોટ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટોર્ટાેઈઝ મીડિયા રોકડ અને શેરના સંયોજન દ્વારા ધ ઓબ્ઝર્વરને ખરીદી રહ્યું છે.

જો કે, આ ડીલની રકમ જાહેર કરાઈ નથી.ધ ઓબ્ઝર્વરની સ્થાપના ૧૭૯૧માં કરવામાં આવી હતી અને ૧૯૯૩માં ગાર્ડિયન મીડિયા ગ્રૂપનો ભાગ બન્યું હતું. વર્ષ ૨૦૧૯માં લંડન ટાઈમ્સના ભૂતપૂર્વ એડિટર અને બીબીસીના ન્યૂઝ ડાયરેક્ટર જેમ્સ હા‹ડગ અને લંડનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત મેથ્યુ બાર્ઝુન દ્વારા ટોર્ટાેઈઝને લોન્ચ કરવામાં આવ્યું હતું.

ડીલના ભાગ રૂપે ટોર્ટાેઇઝે ગાર્ડિયન મીડિયા ગ્રૂપ (ય્સ્ય્) સાથે પાંચ વર્ષના કોમર્શિયલ એગ્રીમેન્ટ પર સંમતિ આપી છે, જે તેને પ્રિન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ તેમજ ગાર્ડિયન દ્વારા માર્કેટિંગ બંને માટે ચૂકવણી કરશે. સ્કોટ ટ્રસ્ટ ટોર્ટાેઈઝ મીડિયામાં ૯ ટકા હિસ્સો પણ લેશે અને ૨૫ મિલિયન પાઉન્ડના રોકાણના ભાગરૂપે ટોર્ટાેઈઝ મીડિયામાં ૫ મિલિયન પાઉન્ડનું કમિટમેન્ટ આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.