Western Times News

Gujarati News

બ્રિટનનો બે વર્ષનો બાળક કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યો

નવી દિલ્હી, એક ૨ વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે જેની પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાળકનું નામ કાર્ટર ડલાસ છે. તે બ્રિટનનો રહેવાસી છે.

કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનાર વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ બન્યો છે. તેણે ૨૫ ઓક્ટોબરે નેપાળમાં સમુદ્ર તળિયેથી ૧૭, ૫૯૮ ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ.

તેણે પોતાના ૩૧ વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો. આ દરમિયાન તેની ૩૧ વર્ષની માતા ઝેડ પણ તેની સાથે હતી. આ પરિવાર ગ્વાસગોથી આવ્યો હતો અને એક વર્ષ માટે એશિયાની યાત્રા પર નીકળ્યો હતો.

રિપોર્ટ અનુસાર એવુ માનવામાં આવે છે કે ચેક ગણરાજ્યના એક ચાર વર્ષના બાળકની નામે છેલ્લો બેઝ કેમ્પ રેકોર્ડ હતો. રોસે કહ્યુ, કાર્ટરે મારી અને પોતાની માતાની તુલનામાં બધુ જ સારી રીતે કર્યુ છે.

અમને બંનેને થોડી ઊંચાઈ પર મુશ્કેલી થવા લાગી હતી પરંતુ તે બિલકુલ ઠીક હતો. બેઝ કેમ્પ પહેલા ગામમાં હાજર બે ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. તેમનો બ્લડ ટેસ્ટ થયો જેથી જાણ થઈ શકે કે તેમની હેલ્થ સારી છે કે નહીં. તેમનો ટેસ્ટ રિપોર્ટ અમારા કરતા ઘણો સારો હતો. અમે ટ્રેક માટે ફૂડ જેકેટ અને બે સ્લીપિંગ બેગ ખરીદી હતી. આ કામને અમે સમજ્યા-વિચાર્યા વિના કર્યું હતું.

આ મામલે વધુ જાણકારી આપતાં રોસે કહ્યું કે કાઠમંડુ પહોંચ્યાના ૨૪ કલાકની અંદર જ અમે ચઢાણ શરૂ કરી દીધું હતું . મારો પરિવાર આ યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો.

તમામ નિયમિત રીતે શ્વાસ સાથે જાેડાયેલી એક્સરસાઈઝ કરી રહ્યા હતા. મારું બાળક કાર્ટર સમગ્ર પરિવાર સાથે આઈસ બાથ લે છે. હું અને મારી પત્નીએ ઓગસ્ટ ૨૦૨૩માં સ્કોટલેન્ડમાં અમારું ઘર ભાડે આપી દીધું હતું અને પરિવાર સહિત અમને ટ્રાવેલ પર નીકળી ગયા હતા.

સૌથી પહેલા અમે ભારત આવ્યા અને પછી શ્રીલંકા અને માલદીવ ગયા હતા. ત્યારબાદ અમે ફરી ભારત આવીને નેપાળ રવાના થયા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.