જંબુસર ખાતેની કંપનીમાં બ્રોમીલ કેમિકલ લીકેજ થતા નાસભાગ
૧૫ થી વધુ કામદારોને ગળામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે ખસેડાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામે આવેલી પી.આઈ.ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારના બપોરના સમયે બ્રોમીલ ગેસ લીકેજ થતા કર્મચારીઓને અસર પહોંચી હતી.જેને પગલે વાતાવરણમાં કેસરી રંગ છવાઈ જવા પામ્યો હતો.જેના પગલે ઈન્ડસ્ટ્રીઝમાં ભાગ દોડ મચવા સાથે સમગ્ર વિસ્તારમાં ચિંતા વિષય બનતા લોકોમાં દહેશત વ્યાપી હતી.
જંબુસર તાલુકાના સરોદ ગામે બુધવારે પી.આઈ.ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.ત્યારે બ્રોમીલ ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી.ગેસ લીકેજ થતા જ પીળા ધુમાડાનું સામ્રાજ્ય છવાવા સાથે ફરજ બજાવી રહેલા કામદારોમાં ભાગ દોડ મચી ગઈ હતી.
બ્રોમીલ ગેસ લીકેજ થવાની ઘટનામાં ૧૯ કર્મચારીઓને જંબુસરમાં પ્રાથમિક સારવાર ખાતે ખસેડવામાં આવ્યા.જાેકે ૩ થી ૪ કામદારોની હાલત ગંભીર હોવાના પગલે વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસ,ડીવાયએસપી,ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ ય્ઁઝ્રમ્ સહીત મામલતદારને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બ્રોમીન લિકેજને પગલે પીળા ધુમાડાને લઈ લોકોમાં એક સમયે દહેશતનો માહોલ છવાયો હતો.લીકેજને કંટ્રોલમાં લેવા કોસ્ટિક સોડાનો મારો ચલાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.જાેકે ક્યાં કારણોસર અને કઈ રીતે બ્રોમીન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ વિગતો હજી સુધી બહાર આવી ન હતી.