રાષ્ટ્રીય સ્તરે એથલેટીક્સ સ્પર્ધામાં સ.પ.યુ.નો બ્રોઝ મેડલ
(પ્રતિનિધિ) આણંદ, તા.૯ જાન્યુઆરી ર૦ર૩થી શરૂ થયેલ સાઉથ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી એથલેટીકસ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈઓ/બહેનોએ ભાગ લીધેલ છે. ઉપરોક્ત સ્પર્ધામાં બહેનોની ઉંચીકૂદમાં યુનિવર્સિટીની સી.બી.પટેલ આટર્સ કોલેજ નડિયાદની વિદ્યાર્થીની કુ. જામોદ પાયલબહેનએ ઉંચીકૂદમાં તૃતીય સ્થાન મેળવી બ્રોઝ મેડલ મેળવીને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી કા. કુલપતિ શ્રી ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવશ્રી ભાઈલાલભાઈ પટેલ, બોર્ડ ઓફ સ્પોર્ટસના ચેરમેન સંજયભાઈ પટેલ તથા નિયામકશ્રી, શારીરિક શિક્ષણ ડો. ગુરસેવક સિંગ સગ્ગુએ હર્ષની લાગણી વ્યકત કરીને કુ. જામોદ પાયલબહેનને અને સાથે કોચ તરીકે ગયેલ સતેષ ઉપાધ્યાય, મેનેજર ડો. પ્રકાશ રાઠવા લેડીઝ મેનેજર ડો. ગાયત્રીબહેન વસાવાને અભિનંદન પાઠવ્યા હતા.