બ્રૂકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ્સનો IPO 03 ફેબ્રુઆરી, 2021ના રોજ ખુલશે
મુંબઈ, બ્રૂકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ (“બ્રૂકફિલ્ડ REIT”) ભારતની એકમાત્ર 100 ટકા સંસ્થાગત રીતે મેનેજ થતી પબ્લિક કમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની છે, કંપનીની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“આઇપીઓ”) 03 ફેબ્રુઆરી, 2021ના રોજ ખુલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 274થી રૂ. 275 છે. Brookfield India Real Estate Trust to open IPO on February 03 2021 and close on February 05 2021
બ્રૂકફિલ્ડ REIT 38,000 મિલિયન સુધીના યુનિટ ઇશ્યૂ કરશે (“ઇશ્યૂ”). ઇશ્યૂ સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇનડિયા (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) રેગ્યુલેશન્સ, 2014, સુધારા મુજબ (“REIT રેગ્યુલેશન્સ”)નાં નિયમન 14(1) હેઠળ લાવવામાં આવ્યો છે.
બ્રૂકફિલ્ટ REITના યુનિટનું લિસ્ટિંગ BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”, BSE સાથે સંયુક્તપણે, “સ્ટોક એક્સેચન્જીસ”) પર લિસ્ટેડ થશે. બ્રૂકફિલ્ડ REITને અનુક્રમે 2 નવેમ્બર, 2020 અને 5 નવેમ્બર, 2020ના રોજ લખેલા પત્રનાં સંબંધમાં અમારા યુનિટનું લિસ્ટિંગ કરવા માટે BSE અને NSEએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. BSE ઇશ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ ઉદ્દેશો માટે થશેઃ (1) એસેટ SPVsનાં હાલનાં ઋણની આંશિક કે સંપૂર્ણ આગોતરી ચૂકવણી કે નિયમિત સમયે પુનઃચુકવણી કરવા (27 જાન્યુઆરી, 2021ના ઓફર ડોક્યુમેન્ટ (“ઓફર ડોક્યુમેન્ટ”)ના પાનાં નંબર 219 પર ‘યુઝ ઓફ ઇશ્યૂ પ્રોસીડ્સ – રિક્વાયરમેન્ટ્સ ઓફ ફંડ્સ’ અંતર્ગત નિર્ધારિત ચોખ્ખી આવકના ઉપયોગને સુસંગત રીતે) અને (2) સાધારણ કામગીરી માટે.
ઇશ્યૂ સેબીની માર્ગદર્શિકા અને REIT નિયમનોને અનુરૂપ અને બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવ્યો છે (ઓફર ડોક્યુમેન્ટમાં પરિભાષિત કર્યા મુજબ), જેમાં ઇશ્યૂનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે સંસ્થાગત રોકાણકારોને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, મેનેજર લીડ મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને સેબીની માર્ગદર્શિકા અને REIT નિયમનો સાથે સુસંગત રીતે વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને મહત્તમ 60 ટકા હિસ્સો સંસ્થાગત રોકાણકારને ફાળવી શકે છે.
ઉપરાંત REIT નિયમનો અને સેબીની માર્ગદર્શિકા મુજબ, ઇશ્યૂનો મહત્તમ 25 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિનસંસ્થાગત રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઇશ્યૂ પ્રાઇસ કે એથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. REIT નિયમનો અને સેબીની માર્ગદર્શિકાને સુસંગત રીતે લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને મેનેજર ઇશ્યૂમાં ઓવરસબસ્ક્રિપ્શન જાળવી શકે છે.
એન્કર રોકાણકારો સિવાય તમામ બિડર્સને આ ઇશ્યૂમાં સહભાગી થવા તેમના સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરીને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા કરવાની જરૂર છે, જેને સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક કરવામાં આવશે.
એન્કર રોકાણકારો સિવાય બિડર્સ એન્કર રોકાણકારોએ સબસ્ક્રાઇબ કરેલા યુનિટ સિવાયના યુનિટ માટે લઘુતમ 200 યુનિટ માટે અને પછી 200 યુનિટના ગુણાંકમાં બિડ કરી શકશે.