નજીવી બાબતે યુવકે મેકડોનાલ્ડના કર્મચારીને મારી ગોળી
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક વ્યક્તિએ મેકડોનાલ્ડના કર્મચારીને કોલ્ડ ફ્રાઈસ આપવાના કારણે ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે, માઈકલ મોર્ગન (૨૦) નામના વ્યક્તિએ બ્રુકલિનમાં ૨૩ વર્ષીય મેકડોનાલ્ડના કર્મચારીને ગોળી મારી હતી. brooklyn mcdonald’s worker shot
પીડિતની હાલત નાજુક છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મોર્ગને કર્મચારીને ગોળી મારી રિપોર્ટ અનુસાર, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ૪૦ વર્ષની એક મહિલાએ કોલ્ડ ફ્રાઈસની ફરિયાદ કરી હતી. જે બાદ મહિલાએતેના પુત્ર મોર્ગનને વીડિયો કોલ કર્યો, જ્યારે તે ગુસ્સામાં મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યો અને કર્મચારી સાથે દલીલ કરવા લાગ્યો હતો.ત્યારબાદ મોર્ગને કર્મચારીને ગોળી મારી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ૪૦ વર્ષની એક મહિલાએ કોલ્ડ ફ્રાઈસની ફરિયાદ કરી હતી. જે બાદ મહિલાએ તેના પુત્ર મોર્ગનને વીડિયો કોલ કર્યો, જ્યારે તે ગુસ્સામાં મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યો અને કર્મચારી સાથે દલીલ કરવા લાગ્યો હતો. ત્યારબાદ મોર્ગને કર્મચારીને ગોળી મારી દીધી હતી.
મોર્ગન પર ખોટી રીતે હથિયાર રાખવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.ગયા વર્ષે ન્યૂયોર્કમાં ગોળીબારના ૧૦૫૧ કેસ નોંધાયા હતા, જાકે આ વર્ષે કેટલાક કેસમાં ચોક્કસપણે ઘટાડો થયો છે અને આ સંખ્યા ૯૮૮ પરપહોંચી ગઈ છે. દર ૧૦૦ લોકો વચ્ચે ૧૨૦ હથિયાર રિપોર્ટ અનુસાર, અમેરિકામાં દર ૧૦૦ લોકો પર ૧૨૦ બંદૂકો છે. ૨૦૨૦માં ૪૫,૦૦૦ લોકોએ ગોળીબારનો સામનો કર્યો છે, જેમાંથી લગભગઅડધા લોકોએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોય તેવી ઘટના છે.