Western Times News

Gujarati News

વડોદરાના પાણીગેટ વિસ્તારની સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું

પ્રતિકાત્મક

વડોદરા, શહેરના પાણીગેટ વિસ્તારની એક સોસાયટીમાંથી કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યાંથી એક વૃદ્ધ અને એક મહિલા દલાલને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે એક રૂમમાંથી બે કોલગર્લ તથા ૭૦ વર્ષના એક ગ્રાહક પણ મળી આવતા ચકચાર મચી ગયો છે. Brothel was caught from a society in Panigate area of Vadodara

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ગોવિંદરાવ પાર્ક સોસાયટીમાં કુટણખાનું ચાલી રહ્યું હોય તેવી માહિતી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, મેમણ કોલોનીની સામે ગોવિંદરાવ પાર્કમાં રહેતા અશ્વિન ભાવસાર કૂટણખાનુ ચલાવે છે. આ મકાનનો દરવાજા આગળથી બંધ હતો. પરંતુ પાછળથી ૬૫ વર્ષના અશ્વિન ભાવસારે દરવાજા ખોલ્યો હતો.

પોલીસે ઘરમાં જઇને પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, ઘરમાં કામવાળા બહેન અને તેનો મિત્ર છે. જાકે, પોલીસે તપાસ કરતા ત્યાંથી સુરત અને વડોદરાની બે કોલ ગર્લ મળી આવી હતી. આ સાથે ત્યાં અન્ય એક મહિલા પણ હતી. જે સોમા તળાવ પાસે રહેતી મુમતાઝબીબી ઉર્ફે સીમાબેન મુનીરમીંયા શેખ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા હતા.

તેણે જણાવ્યુ હતુ કે, હું અને અશ્વિનભાઇ એક ગ્રાહક દીઢ ૧૨૦૦થી ૧૭૦૦ રૂપિયા લઇએ છીએ. અમે અમારું કમિશન લઇને બાકીના રૂપિયા કોલગર્લને આપી દેતા હતા. પોલીસને વધારે તપાસ કરતા મકાનમાંથી ૭૦ વર્ષના સિનિયર સિટિઝન પણ મળી આવ્યા હતા. જે અંગે જાણવા મળ્યુ હતુ કે, આ ૭૦ વર્ષના વૃદ્ધ પણ અહીં શરીર સુખ માણવા આવ્યા હતા. પાણીગેટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરીને ગુનો દાખલ કર્યો છે. પોલીસે અશ્વિનભાઇ ભાવસાર તથા મુમતાઝબીબી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.