Western Times News

Gujarati News

પ્રભુતામાં પગલા માંડતા પહેલા ભાઈ-બહેને કર્યું મતદાન

પાટણ:- મતદાન છે જરૂરીઃ પ્રભુતામાં પગલા માંડતા પહેલા ભાઈ-બહેને કર્યું મતદાન,  આજ સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે.

બનાસકાંઠા: દિયોદરના મૂળ વતની અને ગાંધીનગર રહેતા શ્રીમતી અલકાબેન ઠક્કર પોતાના પરિવાર સાથે દિયોદર શાળા નંબર -૪ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા. શ્રીમતી અલકાબેન ઠક્કરે તેમની પુત્રવધુ વૈશાલીબેન ઠક્કર અને એક મહિનાની નાનકડી બાળકી સાથે આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે ત્યારે મતદાન તો કરવું જ જોઈએ.

પાટણના ખીમીયાણા-2 પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના એક ઘરમાં ભાઈ-બહેનના લગ્નનો પ્રસંગ છે, અને આજે ચૂંટણીનો પણ પ્રસંગ (અવસર) છે. તેથી ભાઈ-બહેને પ્રથમ ચૂંટણીના અવસરમાં સહભાગી બનવાનું નક્કી કર્યું અને પ્રથમ મતદાન કર્યું.

પાટણના ખીમીયાણા ગામના આ દ્રશ્યો છે. જ્યાં ગામનાં રહેવાસી પટેલ અમીબેન અને પટેલ ચિરાગ ભાઈ બંને ભાઈ-બહેન આજે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતું તેઓએ લગ્ન પછી અને મતદાન પહેલા એવું વિચારીને પ્રથમ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યોં છે. બંને ભાઈ બહેને મતદાન કરીને આજના દિવસે તમામ કામો બાજુ પર મુકીને અચુકથી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.

વડોદરા- ક્રિકેટર બંધુ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે તેમના પિતા મેહમૂદ ખાન પઠાણ સાથે વડોદરામાં મતદાન કર્યું હતું.

બનાસકાંઠા- કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ રાણાવાડા(જા) ગામે ૧૦૦ વર્ષની વયના સામાબેન દયારામભાઈ દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરની ઊજવણીમાં સહભાગી બન્યાં હતા.

નડિયાદઃ રાષ્ટ્ર દેવો ભવઃ  98 વર્ષના પદ્મશ્રી ડૉ.પૂજ્ય ડાહ્યાભાઈ શાસ્ત્રીએ પોતાનું મત આપી રાષ્ટ્ર ધર્મનું પાલન કર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.