સાળા અને સસરાએ ભેગા મળી જમાઇની હત્યા કરી
વલસાડ, વલસાડમાં હત્યાની એક વિચિત્ર ઘટના ઘટી છે. જિલ્લાના પારડીના ગોઇમા ગામે ખુદ સાળા અને સસરાએ પોતાના જમાઇની હત્યા કરી નાંખી હતી
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી એક હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે, જિલ્લાના ગોઇમા ગામે સસરા અને સાળાએ મળીને પોતાના જ જમાઇની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ ઘટનાને લઇને બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં હત્યાની એક વિચિત્ર ઘટના ઘટી છે. જિલ્લાના પારડીના ગોઇમા ગામે ખુદ સાળા અને સસરાએ પોતાના જમાઇની હત્યા કરી નાંખી હતી. વાત એમ છે કે, મૃતક જમાઇની મોટી સાળીના સમૂહ લગ્નમાં લગ્ન યોજાઇ રહ્યાં હતા.
આ પ્રસંગ દરમિયાન જમાઇએ નાની દીકરી અને સાસુ સાથે મારામારી કરી હતી, આ વાતથી ગુસ્સે ભરાયેલા સાળા અને સસરાએ જમાઇની હત્યા કરી નાંખી હતી. હત્યાની ઘટના બાદ સાળા અને સસરા મૃતક જમાઇને હૉસ્પીટલ લઇ જઇને તેના મોતને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, પરંતુ પારડી પોલીસને શંકા જતા બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. SS3SS