ભાઇ પાકિસ્તાન સામે રમવા સજ્જ, બહેન પદયાત્રીઓની કરી રહ્યા છે સેવા!
રાજકોટ, ૧૪ ઓક્ટોબર એટલે કે આજના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વૉલ્ટેજ મુકાબલો યોજાવવા જઈ રહ્યો છે. આ મેચ અમદાવાદમાં રમાશે. દરેક ખેલાડી ખૂબ જ સારું પ્રદર્શન કરે તે માટે સૌ કોઈ પૂજા પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આ ખેલાડીઓના પરિવારજનો શું વિચારતા હશે? તેમના જ સગા ભાઈ બહેનો શું કરી રહ્યા હશે? તે જાણવાનો ઉત્સાહ દરેક લોકોને હોય છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત છે. ભારત-પાકિસ્તાન સામેની આજની મેચ ખૂબ જ મહત્વની છે.
પાકિસ્તાન સામેનો હાઈ હોલ્ટેજ મુકાબલો જાેવા ક્રિકેટ પ્રેમીઓ આતુર છે. દરેક ખેલાડી પર કરોડો ક્રિકેટ પ્રેમીઓની નજર છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પરિવાર પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા તો લોકોની સેવામાં વ્યસ્ત છે. નવરાત્રીના સમયે હજારો ભક્તો પદયાત્રા કરીને કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે પહોંચતા હોય છે.
આવા સમયે અનેક અનેક કિલોમીટર કાપીને માતાના મઢ સુધી પહોંચી રહેલા પદયાત્રીઓને રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલા માટે રવિન્દ્ર જાડેજાના મોટા બહેન દ્વારા ખાસ સેવાનો કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. નયનાબા જાડેજા પોતે આ કેમ્પમાં લોકોની સેવા કરી રહ્યા છે. જેમાં પદયાત્રીઓને રસ્તામાં વિવિધ કોલ્ડ્રીંક્સ તેમજ ખાવા પીવાની ચીજ વસ્તુઓ તે પોતે આપી રહ્યા છે.
રાજકોટથી કચ્છ વચ્ચે તેઓ અનેક જગ્યાએ લોકોની સેવા કરી રહ્યા છે. નયનાબાએ પોતાના ભાઈના સારા પ્રદર્શન માટે આશાપુરા માતાજીને માનતા રાખી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના કુળદેવી શ્રી આશાપુરા માતાજી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર પણ અવારનવાર કચ્છ ખાતે આવેલા માતાના મઢમાં દર્શન માટે જતા હોય છે.SS1MS