ભાઈએ ભાઈ સામે સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાવી
(એજન્સી)ભુજ, ‘જર જમીન અને જાેરુ’ એ કજિયાના છોરુ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના ભુજ ખાતે બની છે જેમાં કે.જે.જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા અને એક સમયે સોના ચાંદી માર્કેટમાં પ્રેમજી ગોવિંદજી તરીકે પ્રતિષ્ઠિત નામ ધરાવતી પેઢીના સંચાલકો એવા બે ભાઈઓ વચ્ચે મિલકત મામલે ઊભી થયેલી, Brother lodged a complaint against Brother for theft of gold and silver jewelery and cash.
તકરાર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ એક ભાઈને ફરિયાદી બનવાની અને બીજા ભાઈ, ભત્રીજાને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે એટલું જ માત્ર નહીં પરંતુ એક સમયે પ્રતિષ્ઠિત તરીકેનું નામ ધરાવતી પેઢીના ચાર વર્ષથી લાગેલા તાળા પણ ન ખુલતાં છતી મિલ્કતે આ જ્વેલર્સ પરિવારને લાચાર બની જવાનો સમય આવ્યો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ભુજના હોસ્પિટલ રોડ પર મેસર્સ પ્રેમજી ગોવિંદજી સોની અને કે.જે.જ્વેલર્સ નામની પેઢી ધરાવતા બે ભાઈઓ વચ્ચે મિલકત મામલે તકરાર થયા બાદ હવે આ મામલે ૧૩.૫ કરોડના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયાની ભાઈએ ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેના પગલે આરોપી ભાઈ અને ભત્રીજાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.