Western Times News

Gujarati News

BRTSમાં ટિકિટ વગર મુસાફરી કરવામાં શિક્ષિત લોકો જ મોખરે !

(એજન્સી) અમદાવાદ,શહેરીજનોમાં ઝડપ, સ્વચ્છતા અને નિયમિતતા માટે બીઆરટીએસ લોકપ્રિય બની છે. હવે તો અમદાવાદના ૧૩૩ કિમી રસ્તા પર BRTS દોડી રહી હોઈ સ્વાભાવિકપણે તેનો વ્યાપ વધ્યો છે. દરરોજના ૧.૫૦ લાખથી વધુ પેસેન્જરો તેમના નોકરી-ધંધાના સ્થળે જવા-આવવા કે બીજાં કારણોસર BRTS નો લાભ લે છે, જેની આવક પેટે મ્યુનિ.તિજાેરીમાં રોજના રૂ.૧૨ લાખથી વધુ હલવાઈ રહ્યા છે, જાેકે BRTS માં મફત મુસાફરી કરનારા પેસન્જર્સ પણ વધી રહ્યા છે, તેમાં પણ તંત્રને મળેલી માહિતી મુજબ શહેરનો શિક્ષિત વર્ગ એટલે કે ભણેલા-ગણેલા લોકો જ ટિકિટ લેતા નથી.

સામાન્ય રીતે BRTS રોજ ૩૫૦ બસને તેના કોરિડોરમાં દોડાવે છે, જેમાં ૧૦૦ ડીઝલ અને ૫૦ સીએનજી બસ અને ૨૦૦ ઈલેક્ટ્રીક બસ છે. બીઆરટીએસના પેસેન્જર્સ માટે સત્તાવાળાઓએ તા.૭ જૂન, ૨૦૨૧થી ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.જેમ જેમ બીઆરટીએસનો વ્યાપ વધે છે તેમ તેમ પેસેન્જર્સ વધી રહ્યા હોઈ સ્વાભાવિકપણે ખુદાબક્ષ મુસાફરો પણ વધ્યા છે, તેમાં પણ પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં ખુદાબક્ષ મુસાફરોની સંખ્યા વધુ છે તેનો ખુદ તંત્ર એકરાર કરે છે. શિક્ષિત લોકો નિયમ મુજબ ટિકિટ લેવાના બદલે ભાડું બચાવવા અવનવી તરકીબો કરે છે એટલે આવા તરકીબબાજાેને ઝબ્બે કરવા સત્તાધીશોએ કુલ આઠ ટીમ મેદાનમાં ઉતારી છે.

પશ્ચિમના કોરિડોરમાં ચાર અને પૂર્વના કોરિડોરમાં ચાર એમ કુલ આઠ વિજિલન્સ ચેકિંગ ટીમ દ્વારા ખુદાબક્ષ મુસાફરોને પકડવામાં આવી રહ્યા છે. આ ટીમમાં સિક્યોરિટી ઓફિસર તેમજ ફિલ્ડ સ્ટાફના ચાર-ચાર કર્મચારી છે. જે બસની અંદર તેમજ બસ સ્ટેશને ઊતરતા પેસેન્જર્સની ટિકિટ ચેક કરીને ખુદાબક્ષ મુસાફરો પાસેથી ટિકિટ બારીએ લઈ જઈ ત્યાંના સ્ટેશન ટિકિટિંગ સ્ટાફ મારફતે નિયમ અનુસારની પેનલ્ટી વસૂલે છે.
ગત તા.૫ એપ્રિલથી આ દિશામાં વ્યવસ્થિત ઝુંબેશ શરૂ કરીને સત્તાધીશોએ તા.૧૧ એપ્રિલ સુધીમાં કુલ ૧૧૯૦ ખુદાબક્ષને પકડીને તેમની પાસેથી કુલ રૂ.૧,૦૯ લાખનો દંડ વસૂલ્યો છે.

આ દંડનીય કામગીરીની વિગત તપાસતાં ટિકિટ લીધા વગર મુસાફરી કરનાર ૪૧૦ પેસેન્જર્સ પાસેથી રૂ.૩૭ હજાર, જનમિત્રકાર્ડ ધરાવીને તેનું પ્રવેશવાના તેમજ બહાર નીકળવાના બસ સ્ટેશન પરના વેલિડેટર પર સ્કેન ન કરાવી સીધા નીકળી જનાર ૯૦ પેસેન્જર્સ પાસેથી રૂા.૮૦૦૦, પેટીએમથી ટિકિટ કઢાવીને તેમાં ભાડું બચાવવા નિર્ધારિત સ્ટેશનની ટિકિટ લેવાના બદલે નજીકના અંતરની ટિકિટ લેનારા સૌથી વધુ ૬૯૦ પેેસેન્જર્સ પાસેથી સૌથી વધુ રૂ.૬૩ હજારની પેનલ્ટી વસૂલાઈ હતી તેમજ એએમટીએસની મનપસંદ જેવી ટિકિટ લઈને બીઆરટીએસમાં ચઢી જનારા પેસેન્જર્સ પાસેથી રૂ.એક હજારની પેનલ્ટી વસૂલાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.