Western Times News

Gujarati News

BRTSમાં વેક્સીન સર્ટિફિકેટની કડકાઇથી આશરે ૪૦ ટકા પેસેન્જર્સ ઘટ્યા

Files Photo

 લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન સહિતના ગાર્ડનમાં પણ વેક્સિન લીધા વગરના લોકોને અટકાવાયા

એએમટીએસમાં પેસેન્જર્સનાં સર્ટિફિકેટ ચકાસવા બસદીઠ એક કર્મચારી મુકાયો

અમદાવાદ, આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં શહેરના વેક્સિન લેવાપાત્ર તમામ લોકોને તેનો પહેલો ડોઝ મળી જાય તે દિશામાં મ્યુનિ. તંત્ર આક્રમક બન્યું છે. પહેલા ડોઝમાં ૧૦૦ ટકા વેક્સિનેશન માટે ગત તા.૧૭ સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસની તંત્રે ત્રણ દિવસ સુધી શહેરમાં વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધર્યું હતું

અને હવે આજથી એએમટીએસ, બીઆરટીએસ, કાંકરીયા લેકફ્રન્ડટ, સાબરમતી રિવરફ્રન્ટ, મ્યુનિ. બગીચા, મ્યુનિ. કચેરીો, સ્વિમિંગ પૂલ, જિમ, લાઇબ્રેરી, સ્પોટ્‌ર્સ, કોમ્પ્લેક્સ, સિવિક સેન્ટર્સ વગેરેમાં નો વેક્સિન, નો એન્ટ્રીની અમલવારી શરૂ કરી દીધી છે.

મ્યુનિ. સત્તાવાળાઓએ વેક્સિન લેવાના મામલે લાલ આંખ કરતા તેના પ્રત્યે અત્યાર સુધી બેદરકાર રહેલા લોકો દોડતા થયા છે. બીજી તરફ આજે સવારથી એએમટીએસમાં વેક્સિન લીધા વગર મુસાફરી કરનારા પેસેન્જર્સને આગળના સ્ટેન્ડ પર ઉતારી દેવાયા હતા. એએમટીસના સત્તાવાળાઓએ વેક્સિનનાં સર્ટિફિકેટ ચકાસવા સવારથી બસદીઠ એક કર્મચારીની વ્યવસ્થા કરતાં પેસેન્જર્સમાં ગભરાટ પણ ફેલાયો છે.

વહેલી સવારથી નોકરી-ધંધાના સ્થળે જવા નીકળેલા હજારો નોકરિયાતો માટે એએમટીએસની બસ આશીર્વાદરૂપ છે, પરંતુ આજથી વેક્સિન લીધા વગરના પેસેન્જર્સ સામે એએમટીએસ સત્તાવાળાઓએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. પહેલી પાળીમાં રોડ પર મુકાયેલી ૫૪૬ બસમાં બસદીઠ એક કર્મચારીને પેસેન્જર્સના કોવિડ સર્ટિફિકેટ તપાસવાની ખાસ જવાબદારી સોંપાઇ છે. આના કારણે વેક્સિન લીધા વગર બસમાં ચડેલા પેસેન્જર્સ સાથે સામાન્ય બોલાચાલી પણ થઇ રહી છે.

જાેકે એએમટીએસના ટ્રાફિક ડિરેક્ટર જીતેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર કેટાલ સમજદાર પેસેન્જર વેક્સિન ન લીધી હોય તો એએમટીએસના વાડજ જેવા ટર્મિનસથી વેક્સિન લઇ લે છે. આજે પણ એએમટીએસના મહત્વપૂર્ણ ટર્મિનસ ખાતેથી પેસેન્જર્સને વેક્સિન અપાઇ રહી છે.

જ્યારે બીઆરટીએસમાં બુકિંગ વિન્ડો પરના ટિકિટ ઓપરેટર સર્ટિફિકેટ ચકાસીને જે તે પેસેન્જરને ટિકિટ આપી રહ્યા છે. તંત્ર દ્વારા બીઆરટીએસમાં સવારથી રેન્ડમ ચેકિંગ પણ હાથ ધરાયું છે. જે તે બસ સ્ટેશનના સિક્યોરિટી ગાર્ડ પણ પેસેન્જર્સનાં સર્ટિફિકેટ તપાસી રહ્યા છે.

બીઆરટીએસના મહત્વના બસ સ્ટેશનો પર વેક્સિનેશનની કામગીરી ચાલુ હોઇ વેક્સિન લીધા વગરના પેસેન્જર્સને વેક્સિન લેવાનો આગ્રહ પણ તંત્ર કરી રહ્યું છે, જાેકે નો વેક્સિન, નો એન્ટ્રી અભિયાનથી આજે બીઆરટીએસના આશરે ૩૫થી ૪૦ ટકા પેસેન્જર ઘટ્યા છે.

બીજી તરફ શહેરના મ્યુનિ. સંચાલિત તમામ બગીચાઓ, જેવા કે લો ગાર્ડન, વસ્ત્રાપુર ગાર્ડન, પ્રહલાદનગ ગાર્ડન, પરિમલ ગાર્ડન વગેરેમાં સવારથી વેક્સિન લીધા વગરના લોકોને તંત્ર અટકાવી રહ્યુ છે, જાેકે મ્યુનિ. બાગ-બગીચા વિભાગના ડિરેક્ટર જિજ્ઞેશ પટેલ કહે છે, અમારી તપાસમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી હોવાનું જાણવા મળ્યુ છે.

તેમ છતાં જે ગાર્ડનનો સિક્યોરિટી અને સુપરવાઇઝર સ્ટાફ સવારથી મુલાકાતીને કોરોના સર્ટિફિકેટ તપાસ્યા બાદ બગીચામાં પ્રવેશ આપી રહ્યા છે. તંત્ર દ્વારા ખમાસા દાણાપીઠ ખાતેના મ્યુનિ. મુખ્યાલય ખાતે એન્ટ્રી ગેટ પર જ મુલાકાતીઓના સર્ટિફિકેટ જાેવાઇ રહ્યા છે

અને જે મુલાકાતીએ વેક્સિન લીધી ન હોય તેને સ્થળ પર વેક્સિન આપીને અંદર પ્રવેશ અપાઇ રહ્યો છે. કાંકરિયા લેકફ્રન્ટ અને રિવરફ્રન્ટ ખાતે પણ તંત્રે વેક્સિન લીધા વગરના શહેરીજનો સામે લાલ આંખ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.