BRTS કરોડો રૂપિયાની ખોટઃ ૧૦૦૦ કરોડનો પ્રોજેકટ ધોવાઈ જશે
અમદાવાદ: શહેરના પાંજરાપોળ પાસે ગઇકાલે સવારે બીઆરટીએસ બસે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાના શહેર સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તો, બેફામ અને માંતેલા સાંઢની જેમ દોડતી બીઆરટીએસ બસથી લોકો હવે રીતસરના ફફડી રહ્યા છે. સાથે સાથે હવે બીઆરટીએસ પ્રત્યે પ્રજામાં ભારે આક્રોશ સામે આવી રહ્યો છે.
બીઆરટીએસની ખોટના આંકડા: શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાના શહેર સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તો, બેફામ અને માંતેલા સાંઢની જેમ દોડતી બીઆરટીએસ બસથી લોકો હવે રીતસરના ફફડી રહ્યા છે. સાથે સાથે હવે બીઆરટીએસ પ્રત્યે પ્રજામાં ભારે આક્રોશ સામે આવી રહ્યો છે. એટલે સુધી કે, રાજયમાં તાત્કાલિક ધોરણે બીઆરટીએસ બસ સેવા બંધ કરવા વ્યાપક માંગણી ઉઠી રહી છે. અમદાવાદની બીઆરટીએસ બસ સેવા હાલ મોતનો કૂવો અને ખોટનો ખાડો બની ગઈ છે. બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં ૭૫ ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં બીઆરટીએસની અડફેટે કુલ ૨૧ના મોત થયા છે. (આંકડાઓ કરોડમાં) |
એટલે સુધી કે, રાજયમાં તાત્કાલિક ધોરણે બીઆરટીએસ બસ સેવા બંધ કરવા વ્યાપક માંગણી ઉઠી રહી છે. અમદાવાદની બીઆરટીએસ બસ સેવા હાલ મોતનો કૂવો અને ખોટનો ખાડો બની ગઈ છે. બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં ૭૫ ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં બીઆરટીએસની અડફેટે કુલ ૨૧ના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં બીઆરટીએસની ખોટ રૂ.૨૫૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. જેને પગલે બીઆરટીએસનો એક હજાર કરોડ રૂપિયાનો પ્રોજેકટ ધોવાઇ જાય તેવી સ્થિતિ સામે આવી રહી છે.
આ પ્રોજેક્ટ યુપીએ સરકારની ગ્રાન્ટ મદદથી વર્ષ ૨૦૦૯માં શરૂ કરવામાં આવ્યો હતો. એક દાયકા બાદ જનમાર્ગનો લાભ કુલ વસતિના માત્ર બે ટકા નાગરીકો લઈ રહ્યા છે. પરંતુ જ્યારથી આ સેવા શરૂ થઈ ત્યારથી ખોટના ખાડામાં ઉતરી ગઈ છે. વર્ષ ૨૦૦૯-૧૦માં ૪.૫૦ કરોડની ખોટથી શરૂ થયેલો આ પ્રવાસ વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કુલ ખોટ રૂ.૨૫૦ કરોડની ખોટ સુધી પહોંચ્યો છે.
જનમાર્ગ પ્રોજેકટ શરૂ કરતા પહેલા તત્કાલીન હોદેદારો અને અધિકારીઓ દ્વારા પાંચથી સાત વખત વિદેશયાત્રા કરવામાં આવી હતી. પરંતુ આ સ્ટડી ટુર મોજશોખના પ્રયાસ સાબિત થઈ રહ્યા છે. મ્યુનિસિપલ શાસકો અને અધિકારીઓએ કરેલા અભ્યાસના કોઈ રિપોર્ટ જાહેર કર્યાં નથી, તથા કન્સલટન્ટ પર નિર્ભર રહીને રૂ.૧૦૦૦ કરોડથી વધુનું આંધણ કર્યું છે. કોર્પોરેશને જે તે સમયે સબમીટ કરેલા ડીપીઆર અને તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટમાં આસમાન-જમીનનો ફેર છે.
એએમટીએસની માફક જનમાર્ગ પણ કોન્ટ્રાક્ટરોના જ ભરોસે છે. જેના પરિણામે જનમાર્ગ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ.૨૫૦ કરોડ કરતા પણ વધુ રકમનું નુકશાન થયું છે. ગત ઓક્ટોબરમાં બીઆરટીએસની મળેલી વાર્ષિક સાધારણ સભામાં કમિશનરે બીજી વધારાની ૩૦૦ બસો કેન્દ્ર સરકારની સબસિડી સાથેની ખરીદવા માટે કરેલી દરખાસ્ત બાદ ડીરેક્ટર અને એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે સવાલ કર્યો હતો કે, તો પછી એક સપ્તાહ પહેલા જ આપણે વગર સબસિડીએ ૩૦૦ બસો ખરીદવા માટેનું ટેન્ડર મંજૂર કર્યું હતું તે રદ કેમ ન કરવું? અને બીઆરટીએસમાં માંડ ૧૨થી ૧૪ રૂટ છે ત્યારે આ ૬૦૦ બસો દોડાવશો ક્યાં? આ પ્રશ્ન પૂછતાં જ બોર્ડની બેઠક છોડી મ્યુનિસિપલ કમિશનર નીકળી ગયા હતા.
સબસિડી વગરના ટેન્ડરના કારણે ૮ વર્ષના કોન્ટ્રાક્ટ લેખે ગણીએ તો ૨૦૦ કરોડનું નુકસાન થવાની ભીતિ કમિશનર સમક્ષ વ્યક્ત કરી એવો સવાલ કર્યો હતો કે, જો આ ફેબ પાર્ટ-૨ હેઠળ કેન્દ્ર સરકારની સબસિડીનો લાભ મળે તેમ છે તો પછી પહેલું ટેન્ડર જેમાં કેન્દ્રની કોઇ સબસિડી નથી તે રદ કેમ કરવામાં ન આવે?
હાલ બીઆરટીએસ બસો ૧૨થી ૧૪ રૂટ પર દોડી રહી છે, તેમજ ૯૭ કિલો મીટરનો ઓપરેશનલ રૂટ છે. હાલ દોડી રહેલી ૨૫૦ બસોમાં ૧૮૪ એ.સી. બસ છે અને રોજ સરેરાશ ૧.૩૦ લાખ લોકો મુસાફરી કરે છે.