BRTS કોરિડોરમાં લાલ બસોને મનાઈઃ ST બસોને મંજૂરી

Files Photo
હાસ્યાપદ કારણઃ મ્યુનિ. બસો કોરિડોરની બહાર દોડશે તો ટ્રાફિકનું ભારણ ઘટશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વહીવટીતંત્રની જેમ હવે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસનું વહીવટી તંત્ર પણ તઘલખી નિર્ણયો લેવાનો દોર સતત ચાલુ રાખી રહયું છે. અને આ સંદર્ભમાં એક એવો નિર્ણય કર્યો છે કે, સામાન્ય નાગરીકો ખાસ કરીને મ્યુનિ. બસના પ્રવાસીઓ મજાક ઉડાવ્યા વિના રહે નહી.
ટ્રાન્સપોર્ટ અંગે એવો વિચીત્ર નિર્ણય કર્યો ેછ કે બીઆરટીએસના કોરીડોરમાં જે કોઈ બસો દોડી રહી છે તે બસો બીઆરટીએસ કોરીડોરની બહારના ખુલ્લા રોડ કહો કે, ખુલ્લા ટ્રાફિકમાં દોડાવવી. આ નિર્ણયનો અમલ પણ કરતા મ્યુનિ. બસના ૬પ૦ના કાફલામાંથી ૧૬પ બસ બી.આર.ટી.એસ કોરીડોરની બહારના મીકસ ટ્રાફીકમાં દોડી રહી છે.
મ્યુનિ.બસ કોરીડોરમાંથી મુકત કરવા પાછળ એવી દલીલ કરવામાં આવી રહી છે કે, મ્યુનિ. બસકોરીડોર બહારના મિકસ ટ્રાફિકમાં દોડાવવાથી કોરીડોર ભારણ ઘટશે અને બીઆરટીએસના ૬૪ બસ સ્ટોપમાં પ્રવાસીઓને સુવિધા પ્રાપ્ત થશે.
આ સુવિધા કેવી રીતે ઉપલબ્ધ થશે તેનો ખુલાશ કે ગણીત સમજાવાયાનું નથી
પરંતુ બીઆરટીએસના કોરીડોરમાં જીએસઆરટીસીની ખખડધજ બસોો તો દોડતી જ રહેશે અને તે બસનું અધધ ભારણ બીઆરટીએસ કોરીડોર પર ચાલુ જ રહેશે. એટલે કે,મ્યુનિ. બસને કરીડોરમાંથી મુકિત સાથે પરેશાની પરંતુ એસ.ટી. બસ તો યથાવત દોડતી રહેશે. જેનું ભારણ બી.આર.ટી.એસ. નું અતિ સુંદર અને મજબુત કોરીડોર વેઠતું રહેશે
અને તે ભારણ પેટે એસટી બસના તંત્ર વાહકો એક રાતી પાઈ ચુકવશે નહી. બધા જ ભાર સાથેનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન વેઠશે. એ ખર્ચ પછી કોરીડોરની અંદરનો મજબુત સડકનો હોય કે, પછી વારંવાર બીસ્માર બનતી સડકને રિનોવેશન કરવાનો હોય કે, પછી કોરીડોરમાં ફૂલઝાડ ઉગાડવાનો હોય.