Western Times News

Gujarati News

કતારગામમાં 9 લોકોને અડફેટે લેનાર BRTS બસ ચાલકની ધરપકડ

સુરત, સુરત કતારગામ BRTS બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે મ્ઇ્‌જી બસ ચાલકની ધરપકડ છે. ચાલક સામે પોલીસે કલમ – ૩૦૪,૩૩૭,૨૭૯ મુજબ ગુનો નોંધ્યો છે.બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ૯ લોકોને ઈજાઓ પહોંચી હતી. એકનું મોત નીપજ્યું હતું. સુરતમાં મહાનગરપાલિકાના સીટી, બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે.

શહેરમાં અનેકો વખત બીઆરટીએસ,સીટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહદારીનો મોતની ઘટનાઓ સામે આવી હોય છે.ત્યારે ફરી કતારગામ જીઆઇડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા.

જેમાં એકનું મોત થયું હતું અને ૮ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.. ગોઝારા આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા સાથે ઠેકઠેકાણે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા.

આ ઘટનામાં અમરોલી છાપરાભાટા રોડ ખાતે આવેલ પંચશીલ નગરમાં રહેતા ૩૭ વર્ષે ભીખાભાઈનું મોતિ નીપજ્યું છે. ભીખાભાઈ નોકરી પેસેન્જર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા.

જેમાં ભીખાભાઈનું મોત થયું હતું. કતારગામ પોલીસે આ મામલે બીઆરટીએસ બસ ચાલક મનહર ગામીતની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કલમ – ૩૦૪,૩૩૭,૨૭૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં બ્રેક ફેલ થઈ ગયો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. ત્યારે પોલીસે આરટીઓ, એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.