Western Times News

Gujarati News

સુરતમાં BRTS બસે યુવતીને લીધી અડફેટે, હાલત ગંભીર

File

સુરતમાં BRTS બસ દ્વારા વધુ એક અકસ્માત

વર્ષ ૨૦૨૩માં ૨૪ અકસ્માત નોંધાયા જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ અને ૨૧ વ્યક્તિ ઘાયલ થયાં હતા

સુરત, કતારગામ BRTS બસ અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાર ફરી એકવાર સુરતમાં BRTS બસનો આતંક સામે આવ્યો છે. ડુમસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે બીઆરટીએસ ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી હતી. એટલુ જ નહીં યુવતીને અડફેટે લઈને બીઆરટીએસ બસનો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ યુવતીને તેની મિત્રએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઈજાગ્રસ્ત યુવતીની હાલત હાલ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે.

છેલ્લા ચાર વર્ષમાં બસોએ ૫૪ અકસ્માત સર્જ્‌યા છે, જેમાં ૧૮ નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

હાલમાં મળતી માહિતી પ્રમાણે, સુરત મનપા સંચાલિત બસોએ શહેરના રસ્તાઓ પર કાળો કેર વર્તાવ્યો છે. એક પછી એક અકસ્માતોની લાઇન કરી દીધી છે, તાજા આંકડા પ્રમાણે, મનપા સંચાલિત બસોએ સુરતમાં છેલ્લા ચાર વર્ષમાં ૫૪ અકસ્માતો સર્જ્‌યા છે.

આ ૫૪ અકસ્માતમાં ૧૮ નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે. હાલમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને જરૂરી સૂચનાઓ આપી હતી, તેમને બસ ડેપોની મુલાકાત લઈને એજન્સી સંચાલકોને સૂચના આપી હતી. વર્ષ ૨૦૨૦માં ૨ અકસ્માત થયા જેમાં ૨ વ્યક્તિના મૃત્યુ થયા હતા. વર્ષ ૨૦૨૧માં ૭ અકસ્માત થયાં જેમાં ૫ લોકોના મૃત્યુ અને ૨ વ્યક્તિને ઈજા પહોંચી હતી. વર્ષ ૨૦૨૨માં ૨૧ અકસ્માત થયા જેમાં ૮ વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે ૧૩ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી.

વર્ષ ૨૦૨૩માં ૨૪ અકસ્માત નોંધાયા જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ અને ૨૧ વ્યક્તિ ઘાયલ થયાં હતા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૦ કરતાં ૨૦૨૩માં અકસ્માતોની સંખ્યામાં ૧૨૦૦ ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. અકસ્માત સર્જતી બસ એજન્સી સામે કડક પગલાં ના લેવાતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.